Surat, EL News
સાતમ-આઠમના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સુરત એસટી વિભાગે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. વિભાગે સાતમ-આઠમ નિમિત્તે બે દિવસ માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કર્યું છે. સાતમ-આઠમ દરમિયાન મુસાફરોનો ઘસારો જોઈ બે દિવસ 100 જેટલી વધારાની બસો દોડાવાશે. ઉપરાંત, ગ્રૂપ બુકિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે.
બે દિવસ દરમિયાન 100 જેટલી એક્સ્ટ્રા બસ
સુરત એસટી વિભાગ દ્વારા સાતમ-આઠમના તહેવારને લઈ મુસાફરોની ભીડને પહોંચી વળવા અને મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાતમ-આઠમના બે દિવસ દરમિયાન 100 જેટલી એક્સ્ટ્રા બસની સગવડ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જન્માષ્ટીના તહેવાર નિમિત્તે મુસાફરોને અવર-જવર કરવા માટે કોઈ અગવડતા ન પડે તે માટે સુરત એસટી વિભાગે સાતમ-આઠમના બે દિવસ દરમિયાન 50થી 100 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું નક્કી કર્યું છે. આ એક્સ્ટ્રા બસોનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે ગ્રૂપ બુકિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે.
આ પણ વાંચો…અમદાવાદ જિલ્લાના નિવૃત રમતવીરોને મળશે પેન્શન
રક્ષાબંધનમાં 2.70 લાખ મુસાફરોએ યાત્રા કરી, 1.54 કરોડની આવક
જણાવી દઈએ કે, રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પણ સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્ષાબંધનના તહેવારમાં વિભાગ દ્વારા બે દિવસ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું હતું, જેમાં અંદાજે 2.70 લાખ મુસાફરોએ યાત્રા કરી હતી. આ દરમિયાન એસટી વિભાગને આશરે રૂ. 1.54 કરોડની આવક પણ થઈ હતી. આથી સાતમ-આઠમ નિમિત્તે પણ એસટી વિભાગની આવકમાં વધારો જોવા મળી શકે છે.