30.7 C
Gujarat
May 14, 2024
EL News

બિપોરજોયના ખતરા બાદ થયેલી નુકસાની સામે તંત્ર લાગ્યું કામે

Share
 Gujarat, EL News

ચક્રવાતી તોફાન બિપરજોયના કારણે ભારે પવન અને ભારે વરસાદને કારણે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો છે. વાવાઝોડાએ 5,120 વીજ થાંભલાઓને નુકસાન પહોંચાડ્યું હતું અને 4,600 ગામોમાં વીજ પુરવઠો ખોરવ્યો હતો. જે એક પછી એક પૂર્વવત કરવાની કામગિરી ચાલી રહી છે. જેમાંથી 3,580 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે જ્યારે 1,000 થી વધુ ગામોમાં હજુ પણ વીજળી નથી. કચ્છના ભુજમાં ચક્રવાત બિપરજોયની અસરથી અનેક વૃક્ષો ધરાશાયી થયા છે, NDRFની ટીમ કરી રહી છે.
Measurline Architects
જ્યારે વાવાઝોડાએ ગુજરાતમાં લેન્ડફોલ કર્યું, ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન અને વરસાદ પડ્યો. જેના કારણે અનેક જગ્યાએ ભારે નુકસાન થયું છે. બિપરજોય ગુજરાતમાં ત્રાટક્યા બાદ કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, અલગ-અલગ ઘટનાઓમાં 23 લોકો ઘાયલ થયા હતા અને રાજ્યના ઓછામાં ઓછા 1,000 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

બિપોરજોયનો ખતરો ગઈકાલ બાદ ટળ્યો છે.  ભારે પવન અને ભારે વરસાદને કારણે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પવનની ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચી હતી. શુક્રવારે ભારે વરસાદ પડ્યો હતો. દરિયાનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયું હતું. વાવાઝોડાને કારણે અંદાજે 4થી 5 હજાર થાંભલાઓ પડી ગયા છે. 1,000થી વધુ ગામોમાં વીજળી ડુલ થતા પાવર સપ્લાય આપવાની પ્રક્રિયા ક્યાંક થઈ ગઈ તો ક્યાંય કામ ચાલું છે.

આ પણ વાંચો…જૂનાગઢમાં ધોર્મિક સ્થળ પર નોટિસ મામલે ટોળાનો પોલીસ પર હુમલો,

ગુજરાતના માંડવી શહેરમાં જોરદાર પવન અને ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. જેના કારણે લોકોને મુશ્કેલી પડી હતી. ચક્રવાત બિપરજોયના કારણે વૃક્ષો ધરાશાયી થતાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. તેમજ અનેક મકાનોને નુકસાન થયું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ ચક્રવાત બિપરજોયને લઈને લેન્ડફોલ કર્યા પછી ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. NDRF અને SDRFની ટીમો રાહત કાર્યમાં લાગેલી છે. આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ અને બીએસએફની ટીમો પણ બચાવ કામગીરીમાં લાગેલી છે. હવે તેની અસર દક્ષિણ રાજસ્થાનમાં જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આજથી વરસાદ ઓછો થવા લાગશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદની આ બેઠકો પર ભાજપને જીતવા માટે પડે છે ફાંફાં

elnews

ગાંધીનગર: હવામાન વિભાગની મહત્ત્વની આગાહી,

elnews

તમારી ખાનગી બોટને સાબરમતી પર લઈ જવા માંગો છો?

elnews

Leave a Comment

error: Content is protected !!