26.8 C
Gujarat
September 26, 2023
EL News

જૂનાગઢમાં ધોર્મિક સ્થળ પર નોટિસ મામલે ટોળાનો પોલીસ પર હુમલો,

Share
Junagadh , EL News

ગુજરાતના જૂનાગઢમાં એક ધાર્મિક સ્થળ પરના દબાણ મામલે નોટિસ આપવા બદલ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગુજરાત પોલીસના 1 ડેપ્યુટી એસપી, 3 PSI અને અન્ય કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થળને નોટીસ આપતા મામલો ગરમાયો હતો. ત્યારે આખી રાત પોલીસનું કોમ્બિંગ ચાલ્યું હતું જેમાં અત્યાર સુધી 174ની અટકાયત કરાઈ છે.
PANCHI Beauty Studio
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના મજેવડી દરવાજા વિસ્તારમાં આવેલ ધાર્મિક જગ્યા દરગાહની બહાર દબાણની નોટિસ લગાડવામાં આવી હતી. ત્યારે અસામાજિક તત્વો દ્વારા  રસ્તા રોકો આંદોલન અને વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા તેમને દૂર કરવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કરવામાં આવ્યો હતો.

જૂનાગઢના મજેવાડી ગેટ પાસે આવેલ હઝરત રોશનશાહ પીર બાબાની દરગાને મનપા દ્વારા ડીમોલેશનની નોટિસ આપી હતી જેને પગલે દરગાહ પાસે આશરે 2000થી પણ વધુ માણસોનું ટોળું એકઠું થયું હતું જેમ જેમ સમાચાર ફેલાતા ગયા તેમ ટોળું મોટું થવા લાગ્યું હતું સ્થિતિ વણસી શકે છે એ માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જો કે, મોડી રાત્રે ટોળું બેકાબુ બન્યું હતું અને એસટી બસ પીજીવીસીએલના વાહનો સહિત તોડફોડ શરૂ કરી હતી. આથી પોલીસે બળ પ્રયોગ શરૂ કર્યો હતો.

 પથ્થરોથી હુમલા સાથે રસ્તા પર બાઈકમાં આગ ચંપી કરી
મજેવડી ગેટ પાસે સાંજથી ટોળું એકઠું થતા બેકાબું બનેલા ટોળાએ રોડ પરથી પસાર થતી એસટી બસના કાચ તોડ્યા હતા જેને પગલે બસમાં બેઠેલા મુસાફરોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે બળ પ્રયોગ શરૂ કરતાં ટોળાએ સોડા બોટલ પથ્થરોથી હુમલા સાથે રસ્તા પર બાઈકમાં આગ ચંપી કરી હતી. તો મજેવડી ગેટ પાસેની પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો અને પોલીસના વાહનો તોડી નાખ્યા હતા. એમાં ડીએસપી હિતેશ ધાંધલીયા પીએસઆઇ જેસીંગભાઇ રામભાઈ વાજા બી ડિવિઝનના પી.એસ.આઇ કિંજલબેન કે મારું પીએસઆઇ નર્મદાબેન આંબલીયા અને પીએસઆઇ અલ્પાબેન ડોડીયાને માથા અને મોઢા પર ઈજા પહોંચી હતી. બનાવને પગલે પોલીસ દ્વારા ટીયર ગેસ સેલ છોડવામાં આવ્યા હતા.

મનપા દ્વારા ગઈકાલે બપોરે દરગાહ પર નોટિસ ચોટાડવામાં આવી જેને પગલે મામલો બિચકાયો હતો. ટોળાએ મજેવાડી ગેટથી અંદર આવેલી pgvclની ઓફિસ પાસે વીજ કંપનીના બે વાહનોના કાચ તોડ્યા હતા જોકે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી, તે અંગે જૂનાગઢના જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો…   અમવાદમાં રથયાત્રા પહેલા પોલીસનું રીહર્સલ,

174ને રાઉન્ડઅપ કર્યા હજૂ પણ પોલીસ કરશે કાર્યવાહી 
જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ કહ્યું હતું કે, 14 તારીખે નોટિસની બજવણી થઈ હતી. ત્યારે ગઈકાલે લોકો નોટિસથી નારાજ થઈ લોકો ભેગા થયા હતા. ત્યારે પોલીસ પણ ત્યાં ટોળાને કન્વેન્સ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યારે તેઓ રસ્તાને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને પોલીસ પર પથ્થરમારો પણ કર્યો છે. અત્યારે સ્થિતિ કાબુમાં છે. ગઈકાલે રાત્રે કોમ્બિંગ હાથ ધરાઈને 174ને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. 5 ટીયરગેસ છોડાવા પડ્યા હતા. જૂનાગઢમાં પોલીસ અન્ય ઈનવોલ્વ છે તેમને રાઉન્ડઅપ કરશે. બસ ડ્રાઈવરને ઈજા પહોંચી હતી અને એક સિવિલયનનું મોત થયું છે જે પથ્થરમારાથી થયું છે કે કેમ તે પીએમ બાદ વધુ ખ્યાલ આવશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરત: પલસાણા નેશનલ હાઇવનો હૈયું કંપાવે એવો વીડિયો

elnews

આગામી તારીખ ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન પંચમહોત્સવ ઉજવાશે.

elnews

ગાંધીનગર જમીન કૌભાંડ મામલે અમિત ચાવડાનો ગંભીર આરોપ

elnews

Leave a Comment

error: Content is protected !!