27 C
Gujarat
November 13, 2024
EL News

રાજકોટના સ્પોર્ટ્સ પ્રેમીઓ થઈ જાવ તૈયાર

Share
Rojkot, EL News

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યુનિવર્સિટી રોડ પર અંદાજિત રૂ. 5 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષને મંત્રી હર્ષ સંઘવીના હસ્તે થોડા સમય પૂર્વે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

PANCHI Beauty Studio

જ્યાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, મલ્ટીપર્પઝ જીમ અને કરાટેની બેચનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોમ્પ્લેક્ષના સંચાલક જીગરભાઈ પટેલના જણાવ્યા મુજબ હાલ આ ચારેય રમતો માટે સભ્યોની નોંધણી પ્રક્રિયા ચાલુ છે.

આ પણ વાંચો…હેલ્ધી કેળાનો હલવો પણ ઘરે આ રીતે બનાવી શકો છો જાણો

રમત દીઠ પ્રતિમાસ માત્ર રૂ. 300 સભ્ય ફી છે. કોમ્પ્લેક્ષ સવારે 6:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. બેચ સમય અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, બપોરે 11:00 થી 1:00 તેમજ 03:00 થી 06:00 કલાક વિદ્યાર્થીઓને કોચિંગ તેમજ પ્રેક્ટિસ માટે ખુલ્લું રહેશે. આ સમય સિવાયની બેચ જનરલ ખેલાડીઓ માટે ખુલ્લી રહેશે. હાલ લોન ટેનિસ તેમજ વોલી બોલની રમતો માટે મેદાન તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે પૂર્ણ થયે બંને રમતો માટેની બેચનો પણ પ્રારંભ કરાશે. જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ ખાતે આગામી સમયમાં કોચિંગ કેમ્પ, ટ્રેનિંગ સેશન, જિલ્લા તેમજ રાજ્ય કક્ષાની સપર્ધાઓનુ પણ આયોજન કરવામાં આવશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાએ જણાવ્યું છે. રાજકોટના આંગણે નવનિર્મિત અદ્યતન જિલ્લા સ્પોર્ટસ સંકુલ વિવિધ રમતો માટે યુવા પ્રતિભા બહાર લાવામાં અગત્યનું પ્લેટફોર્મ પૂરું પાડશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે

elnews

દશામાના વ્રત: જાણો ગોધરા નાં મુર્તિકાર જે ઇંટો નાં ધંધામાં થી મુર્તિ નાં વ્યવસાય માં જોડાયાં, જાણો મુર્તિ બનાવવાની શરૂઆત ક્યારથી થાય છે અને કેવી રીતે બને છે…

elnews

રાજકોટના બુટલેગરનો માલ પહોંચે તે પહેલા જ પોલીસે ઝડપ્યો

elnews

Leave a Comment

error: Content is protected !!