40.6 C
Gujarat
May 1, 2025
EL News

શેરબજારની શરૂઆત,ખુલતાની જ 250 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ

Share
Business, EL News

સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઘટાડા સાથે કારોબાર ચાલી રહ્યો છે. બંને મુખ્ય સૂચકાંકો આજના વેપારની શરૂઆતમાં લાલ નિશાન પર છે. શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ લગભગ 250 પોઈન્ટ તૂટ્યો હતો. સવારે 9.15 વાગ્યે સેન્સેક્સમાં 278 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને 64,872.14 પર ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે, NSE નો નિફ્ટી પણ 83.65 પોઈન્ટના ઘટાડા સાથે 19,281.60 પર ટ્રેડ કરી રહ્યો છે.

Measurline Architects

આજે સેન્સેક્સના 30 માંથી માત્ર 4 શેર જ ઝડપી કારોબાર કરી રહ્યા છે. જેમાં ભારતી એરટેલ, L&T, NTPC અને સન ફાર્માનો સમાવેશ થાય છે. બીજી તરફ ટેક્નોલોજી શેરોમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક સેક્ટરની ચાર દિગ્ગજ કંપનીઓ TCS, વિપ્રો, HCL અને ટેક મહિન્દ્રામાં આજે લગભગ 1 ટકાનો ઘટાડો થયો છે.

ગુરુવારે ઘટાડા સાથે બંધ થયા બજાર –

શેર બજારમાં છેલ્લા બે દિવસોની તેજીનો અંત આવ્યો અને ગુરુવારે બજારો ઘટાડા સાથે બંધ થયા. ત્રીસ શેરનો સેન્સેક્સ 388.40 પોઈન્ટ્સ અથવા 0.59 ટકાના ઘટાડા સાથે 65,151.02 પોઈન્ટ પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન તે 493.32 પોઈન્ટ સુધી નીચે આવી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 99.75 પોઈન્ટ એટલે કે 0.51 ટકાના ઘટાડા સાથે 19,365.25 પર બંધ થયો હતો.

આ પણ વાંચો…ખભાનો દુખાવો સામાન્ય નથી,ખતરનાક રોગની હોઈ શકે છે

ચીન અને અમેરિકાની સ્થિતિથી માર્કેટ પર અસર –

વિશ્વની બે આર્થિક મહાસત્તા ચીન અને અમેરિકામાં આર્થિક જગતમાંથી આવી રહેલા ખરાબ સમાચારોની અસર શેર બજાર પર પણ જોવા મળી રહી છે. અમેરિકામાં ફેડ મીટિંગની મિનિટ્સ જાહેર થયા બાદથી, ફુગાવા અને મંદીની ચિંતા વધુ ઘેરી બની ગઈ છે અને બજાર વ્યાજદરમાં વધુ વધારાની શક્યતાથી ડરી રહ્યું છે, જ્યારે ચીનમાં વૃદ્ધિ અને ઉત્પાદનના નબળા આંકડાને કારણે ત્યાં મંદીનું જોખમ પરેશાન કરવા લાગ્યું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

તમારા કામનું / પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા?

elnews

પામ ઓઈલમાં ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવા પતંજલિની મોટી તૈયારી

elnews

આજે માર્કેટમાં વધુ એક કંપનીનો IPO આવ્યો કમાણીની તક

elnews

Leave a Comment

error: Content is protected !!