32.8 C
Gujarat
April 28, 2024
EL News

50 દિવસથી બંધ કોઝ-વે લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાયો

Share
Rajkot, EL News

ચોમાસા દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરતનો કોઝ-વે ઓવરફ્લો થતા તેના પરથી અવરજવર બંધ કરવામાં આવી હતી. જો કે, હવે 50 દિવસ બાદ કોઝ-વે લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાયો છે. આ કોઝ-વે સિંગણપોર અને રાંદેરને જોડે છે અને તાપી નદી પર બનેલો છે.

Measurline Architects

અગાઉ ચોમાસા દરમિયાન મુશળધાર વરસાદને પગલે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો હતો અને તેના કારણે  કોઝ-વે પણ ઓવરફ્લો થયો હતો.  કોઝ-વે ની સપાટી 6 મીટર કરતા વધુ પાણીનું વહનને જોતા તંત્ર દ્વારા આ કોઝ-વેને લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે, હવે તાપી નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે. જળસ્તરમાં ઘટાડો થતા કોઝ-વે પરનું જોખમ પણ ઘટ્યું છે.

આ પણ વાંચો…શેરબજારની શરૂઆત,ખુલતાની જ 250 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ

કોઝ-વે બંધ રહેતા લોકોને ભારે હાલાકી થઈ હતી

આથી છેલ્લા 50 દિવસથી બંધ  કોઝ-વેને હવે ફરી લોકોની અવરજવર માટે ખોલી દેવામાં આવ્યો છે. આ કોઝ-વે સિંગણપોર અને રાંદેરને જોડે છે. આથી કોઝ-વે બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. પરંતુ, હવે અવરજવર માટે કોઝ-વે ખુલી જતા સ્થાનિક લોકોને રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે આ કોઝ-વે પરથી દિવસ દરમિયાન હજારો વાહનચાલકો અવરજવર કરતા હોય છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરત: શહેરમાં કૂતરા કરડવાના દર મહિને નોંધાય છે 2,000 કેસ

elnews

ગોધરા-વડોદરા હાઈવે પર શંકાસ્પદ કારમાંથી વિદેશી દારૂ જપ્ત

elnews

સુરત: અર્ચના ખાડી બ્રિજ 19 માર્ચથી 15 એપ્રિલ સુધી બંધ રહેશે

elnews

Leave a Comment

error: Content is protected !!