32.6 C
Gujarat
May 7, 2024
EL News

ગાંધીનગર: ધો.8થી 12 પાસ યુવાનો માટે ભરતી મેળો

Share
Gandhinagar, EL News

રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જે તે જિલ્લાના બેરોજગારોને ખાનગી કંપનીઓમાં પણ સીધી ભરતી થકી રોજગારી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પ્રયાસ અંતર્ગત ગાંધીનગરની સ્થાનિક શ્રમ અને રોજગાર કચેરીએ ડી માર્ટ નામની ખાનગી કંપની સાથે જોડાણ કર્યું છે. ડી માર્ટ-ગાંધીનગરમાં ગાંધીનગરના બેરોજગાર યુવાનોને યોગ્ય પ્લેસમેન્ટ અને પગાર મળી રહે તે માટે ભરતી મેળાનું આયોજન કરાયું છે, જેમાં ગાંધીનગરની યુવાનોને પ્રથમ પસંદગીનો લાભ મળશે.

Measurline Architects

ખાનગી કંપની સાથે ટાઇઅપ કરી સીધી ભરતીના પ્રસાયો

ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી અને ડી-માર્ટ-ગાંધીનગર દ્વારા 15 માર્ચના રોજ સવારે 10 કલાકે સરગાસણમાં આવેલા આસ્થા હોસ્પિટલ પાસેના ડી-માર્ટ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. માહિતી મુજબ, દેશની જાણીતી રિટેલ સર્વિસ કંપની ડી-માર્ટ આ ભરતી મેળામાં ભાગ લેશે,  જેમાં હાઉસ કીપિંગ, પેકર, કેશિયર, સેલ્ફ એસોસિયેટ, ફેસિલિટી સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફ સહિત અન્ય જગ્યાઓ પર વ્યાપક ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો…MS યુનિવર્સિટીમાં ઠેર-ઠેર લાગ્યા ‘વીસી લાપતા’ના પોસ્ટર

આ ઉમેદવારો ભાગ લઈ શકશે

ગાંધીનગર જિલ્લાના ઉમેદવારો કે જેઓ ધો. 8 પાસ, 10 પાસ અથવા 12 પાસ હોય અને તેમની ઉંમર 18થી 25 વર્ષની હોય તેઓ ભાગ લઈ શકશે. જ્યારે હાઇસ કીપિંગ અને સિક્યોરિટી માટે 18થી 40 વર્ષની ઉંમરના ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારોએ તેમના શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો અને બાયોડેટા સાથે ભરતી મેળાના સ્થળે હાજર રહેવાનું રહેશે. આ જોબ ફેરમાં ગાંધીનગરમાં રહેતા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

કાકાએ આંદોલનના મુખ્ય ચહેરાને ચુંટણીમાં હાર ચખાડી

elnews

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું

elnews

બોર્ડ પરીક્ષામાં ટ્રાફિકમાં ફસાતા વિદ્યાર્થીની વ્હારે આવશે પોલીસ

elnews

Leave a Comment

error: Content is protected !!