32.6 C
Gujarat
May 6, 2024
EL News

બોર્ડ પરીક્ષામાં ટ્રાફિકમાં ફસાતા વિદ્યાર્થીની વ્હારે આવશે પોલીસ

Share
Surat, EL News

આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થી ઘણા સમયથી આકરી મહેનત કરતા હોય છે. ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. આથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જે હેઠળ મેટ્રોના કામના લીધે જે કોઈ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી થાય તો ટ્રાફિક પોલીસનો સંપર્ક કરી મદદ લઈ શકશે.

PANCHI Beauty Studio

માહિતી મુજબ, સુરતમાં હાલ વિવિધે વિસ્તારમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. ત્યારે મેટ્રોની આ કામગીરીના લીધે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે સેન્ટર સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરી આવા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. પ્રથમ કિસ્સામાં એક વિદ્યાર્થીને પહોંચાડતા વિદ્યાર્થીએ સુરત પોલીસનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો…રાજ્યમાં વડોદરા શહેરમાં H3N2 વાયરસથી પ્રથમ મોત

94 જેટલા પોલીસ કર્મચારી બાઇક સાથે તૈનાત

શહેરમાં બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જે હેઠળ ટ્રાફિકમાં ફસાતા વિદ્યાર્થીને સેન્ટર સુધી પહોંચવામાં પોલીસ દ્વારા મદદ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ, શહેરના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 94 જેટલા પોલીસ કર્મચારીઓને બાઇક સાથે તૈનાત કરવામાં આવ્યા છે. જે કોઈ વિદ્યાર્થીને મેટ્રો પ્રોજેક્ટની કામગીરીના લીધે અથવા ટ્રાફિકના લીધે સેન્ટર સુધી પહોંચવામાં મુશ્કેલી થાય તો તે ટ્રાફિક પોલીસનો સંપર્ક કરશે. આથી બાઇકસવાર પોલીસકર્મી એ વિદ્યાર્થી સુધી પહોંચશે અને પછી બાઇક પર વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે. તાજેતરની એક ઘટનામાં એક વિદ્યાર્થી ટ્રાફિકમાં અટવાતા પોલીસ દ્વારા બાઇક પર તેણે પરીક્ષા કેન્દ્ર વનિતા વિશ્રામ હાઈસ્કૂલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિદ્યાર્થીએ ટ્રાફિક પોલીસનો આભાર માન્યો હતો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અદાણી ગૃપના યોગ ઇન્સ્ટ્રક્ટરે નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

elnews

ગાંધીનગર-આજે વિદેશ મંત્રી એસ જયશંકર ભરશે રાજ્યસભાની ચૂંટણીનું ફોર્મ,

elnews

અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો બીજો રોડ શો

elnews

Leave a Comment

error: Content is protected !!