35.6 C
Gujarat
May 4, 2024
EL News

પાલક મેથી નું શાક બનાવવાની આસાન રેસીપી

Share
Food Recipes, EL News:

આ શાક ખાવા માં ખુબજ ટેસ્ટી બને છે ને એમાં ભરપૂર માત્રા માં પ્રોટીન ને મિનરલ્સ રહેલા . આ શાક તમે રોટલી, પરોઠા,નાન, કુલચા કે રોટલા સાથે ખાઈ શકો છો .

Measurline Architects

પાલક મેથી નું શાક બનાવવા જરૂરી સામગ્રી
• પાલક 2 ઝૂડી
• મેથી1ઝૂડી
• અડદ દાળ 14 કપ
• લીલા મરચા સુધારેલા 1-2
• લસણ ની કણી 5-7 (ઓપ્શનલ છે)
• આદુ કટકો ઇંચ
• સ્વાદ મુજબ મીઠું
• પાણી જરૂર મુજબ
પાલક મેથી ના શાક ના વઘાર માટેની સામગ્રી
• ઘી 4-5 ચમચી
•જીરું1ચમચી
•હિંગ 1 ચમચી
• સૂકા લાલ મરચા 1-2
પાલક મેથી નું શાક બનાવવાની રીત
પાલક મેથી નું શાક બનાવવા સૌપ્રથમ અડદ દાળ ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ને ગ્લાસ એક પાણી નાખી એક થી બે કલાક પલાળી મૂકો.
ત્યાર બાદ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઈ લ્યો અને ત્યાર બાદ સાવ ઝીણી ઝીણી સુધારી કુકર મા નાખો અને ત્યાર બાદ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ઝીણી સુધારી કુકર માં નાખી દયો
હવે અડદ દાળ નું પાણી નિતારી કુકર માં નાખો સાથે લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, આદુ સુધારેલ, સ્વાદ મુજબ મીઠું અને એક કપ પાણી નાંખી કુકર બંધ કરી મિડીયમ તાપે છ સાત સીટી વગાડી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કુકર ખોલી મેસર વડે મેસ કરી બરોબર મિક્સ કરો
ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મેસ કરેલ શાક નાખી ને બરોબર મિક્સ કરી ધીમા તાપે આઠ દસ મિનિટ સુધી ચડવા દયો અને ગેસ બંધ કરી નાખો
હવે બીજા વઘારીયા માં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા ને શેકી કાઢી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી ની સ્લાઈસ નાખી શેકો ને ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી તૈયાર વઘાર ને શાક માં નાખો અને ઉપર થી આદુ ની કતરણ અને તરી રાખેલ મરચા થી ગાર્નિશ કરી સર્વ કરો પાલક મેથી નું શાક

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સ્ટીમરની મદદ વગર ઘરે મોમો અને ઈડલી ગરમ કરો

elnews

વેજીટેબલ કબાબની રેસીપી

elnews

કોર્ન બોલ બનવાની સરળ રીત, તેલ વગર તૈયાર કરો

elnews

Leave a Comment

error: Content is protected !!