37.5 C
Gujarat
April 27, 2024
EL News

બોટમાં સવાર માછીમારોએ રાત આખી દરિયામાં પસાર કરી.

Share
Valsad:

વલસાડ નજીક મધદરિયે નવસારીના કૌશિક ઠાકોર ટંડેલ નામના માલિકની MH07MM 1103 નંબરની અને તુલસી દેવી નામની બોટનું એન્જીન બંધ પડી જવાથી મધદરિયે બોટમાં ફસાયેલા 13 માછીમારોનું દમણ કોસ્ટગાર્ડના 2 હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થાન પર લાવવામાં આવ્યા છે.


Rescue Helicopter reached middle of ocean

કોસ્ટગાર્ડના દિલધડક રેસ્ક્યુ અંગે મળતી વિગત મુજબ નવસારીથી કૌશિક ઠાકોર ટંડેલ નામના માલિકની MH07MM 1103 નંબરની તુલસી દેવી નામની બોટમાં 13 જેટલા માછીમારો માછીમારી કરવા નીકળ્યા હતાં.


13 Fishermen rescued by rescue team successfully

જે દરમ્યાન વલસાડ-દમણ નજીકના દરિયામાં ભારે પવન વચ્ચે મુંબઈ તરફ જતી વખતે અચાનક એન્જીનમાં ખામી સર્જાતા બોટનું એન્જીન બંધ પડી ગયું હતું. જેથી બોટ મધદરિયે બેકાબુ બની હતી.

બોટમાં સવાર માછીમારોએ રાત આખી દરિયામાં પસાર કરી હતી. જે દરમ્યાન દમણ કોસ્ટગાર્ડ ને રેસ્ક્યુ માટે સૂચના અપાઈ હતી. જેથી દમણ કોસ્ટગાર્ડ ના 2 હેલિકોપ્ટર ને રવાના કરવામાં આવ્યા હતાં.


All are safe

જેઓએ મધદરિયે બોટમાં ફસાયેલા 13 જેટલા માછીમારોનું રેસ્ક્યુ કરી દમણ કોસ્ટગાર્ડ ખાતે લાવ્યા હતાં. જ્યાં તમામની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.


PHC of all rescued fishermen

માછીમારો ક્યા ગામના હતાં, બોટમાં શુ ક્ષતિ થઈ હતી, તેવી વિગતો મેળવી હતી. તમામ માછીમારો સુરક્ષિત હોવાનું જણાતા તમામને નવસારી તેમના ગામમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


સમાચાર, આર્ટિકલ્સ, ઓફબીટ કન્ટેન્ટ, હેલ્થ, રેસીપી, ફિટનેસ, જીવનશૈલી, વૈદિક સંસ્કૃતિ, નોકરી, ભણતર તથા બિઝનેસ ને લગતા લેટેસ્ટ કન્ટેન્ટ માટે જોડાયેલા રહેવા માટે આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો Elnews 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

31 ડિસેમ્બર, દારુની મહેફિલ અને ૫૫ લાખ જેટલી રોકડ…

elnews

સુરત – નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની વધુ એક પોલ ખુલી

elnews

અમદાવાદ: ગાત્રો ગાળી નાખતી ઠંડીથી મળશે રાહત

elnews

Leave a Comment

error: Content is protected !!