EL News

રોપાઓ ને “વૈજ્ઞાનિક ટચ” છે તેથી હું અહીં આવવાનું પસંદ કરું છું…

Share

વેજલપુર, પંચમહાલ: 

શિવજી ની પ્રીય બીલી નાં વ્રૃક્ષો ની ઉત્તમ પ્રજાતી “ગોમાયસી” પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલા કેન્દ્રીય બાગાયતી પરીક્ષણ કેન્દ્ર ખાતે.

ચોમાસાનો વરસાદ થતાં ની સાથે ગુજરાત નાં અનેક જિલ્લાઓમાં થી તેમજ ગુજરાત બહાર થી પૂના, રાજસ્થાન સહિત નાં રાજ્યોમાં થી ખેડૂતો રોપા લેવાં આવ્યાં.
દર વર્ષે ૫૦ હજાર કરતાં વધુ રોપા ગુજરાત તથા ગુજરાત ની બહાર નાં રાજ્યોમાં થી બિલા નાં રોપા લેવા માટે આવતા હોય છે.

કેન્દ્રીય બાગાયતી પરીક્ષણ કેન્દ્ર ખાતે પ્રધાન વૈજ્ઞાનિક ડો. એ કે સિંહ દ્વારા સંશોધન તેમજ વિકસાવવામાં આવેલી પ્રજાતિઓ માં થી એક પ્રજાતિ “ગોમાયસી

વેજલપુર કેન્દ્રીય બાગાયતી પરીક્ષણ કેન્દ્ર ખાતે પ્રધાન વૈજ્ઞાનિક ડો. એ કે સિંહ દ્વારા સંશોધન તેમજ વિકસાવવામાં આવેલી પ્રજાતિઓ માં થી એક પ્રજાતિ “ગોમાયસી” છે જેની ઉપર લાગતું ફળ એટલે કે બિલુ અનેક આયુર્વેદિક તથા આરોગ્યપ્રદ ગુણો ધરાવે છે જે પેટ નાં ચયાપચય, ઠંડક તથા ડાયાબિટીસ માટે પણ લાભદાયી છે.

રોપાઓ રોપ્યા બાદ મોર્ટાલિટી નું પ્રમાણ નહીંવત્ રહે છે.

ગતરોજ પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલા કેન્દ્રીય બાગાયતી પરીક્ષણ કેન્દ્ર ખાતે મહારાષ્ટ્ર પુનાથી આવેલા ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ દર વર્ષે અહિંથી રોપા લેવાં આવતા હોય છે કારણ પુછતાં તેમણે જણાવ્યું હતુ કે આમ તો બિલા તેમજ આંબા નાં રોપા બધેય મળે છે પરંતુ વેજલપુર ખાતે મળતાં રોપા ની ગુણવત્તા ઉત્તમ હોય છે તેમજ આ રોપાઓ વૈજ્ઞાનિકો દ્વારા પરીક્ષણ કરીને બનાવવામાં આવે છે જેથી રોપાઓ રોપ્યા બાદ મોર્ટાલિટી નું પ્રમાણ નહીંવત્ રહે છે.

આ રોપાઓ ને “વૈજ્ઞાનિક ટચ” છે તેથી હું અહીં આવવાનું પસંદ કરું છું

તેમજ અડાદરા ખાતે થી આવેલા કિરણ સોની જે પોતે એગ્રીકલ્ચર ભણેલા છે અને વડોદરા ગાર્ડન ડિપાર્ટમેન્ટ માં થી રીટાયર્ડ છે તેઓએ જણાવ્યું કે હું મારા ખેતરમાં શાકભાજી અને ફળો નાં રોપાઓ રોપીને જાતે ખેતી કરીને ઉત્તમ અને શુદ્ધ શાકભાજી તથા ફળો ખાવા ઇચ્છું છું જેથી શરીરમાં માં ડિટોક્સિફિકેશન કરી શકું અને સ્વસ્થ રહિ શકું.

તેમને જ્યારે પુછવામાં આવ્યું કે વડોદરા ની આસપાસ ઘણી નર્સરી હોવા છતાં વેજલપુર થી જ કેમ? ત્યારે તેઓએ જણાવ્યું કે આ રોપાઓ ને “વૈજ્ઞાનિક ટચ” છે તેથી હું અહીં આવવાનું પસંદ કરું છું.

તેમજ પ્રધાન વૈજ્ઞાનિક ડો. એ. કે. સિંહ દ્વારા જણાવવામાં આવ્યું કે દર વર્ષે હજારો છોડવાઓ લેવા માટે આસપાસ નાં ખેડૂતો તો ખરા જ પરંતુ ગુજરાતના અન્ય વિસ્તારોમાં થી તેમજ ગુજરાત બહાર થી પણ ખેડૂતો ખૂબ જ મોટી સંખ્યામાં રોપાઓ લેવા આવતાં હોય છે. તેમાં પણ વેજલપુર કેન્દ્રીય બાગાયતી પરીક્ષણ કેન્દ્ર ખાતે થી ખેડૂતો ગોમાયસી બીલુ તથા કલમી આંબા લઈ જવાનું વધુ પસંદ કરે છે.

આવા રોપા તમે પણ લેવા ઇચ્છતા હોવ તો આ એડ્રેસ ઉપર જઈને માહિતી મેળવી શકો છો:

http://Krishi Vigyan Kendra Panchmahal https://maps.app.goo.gl/VrMHo6dEAUSvx67K8

Related posts

ગુજરાતમાં બુલેટ ટ્રેનની કામગિરી રોકેટ ગતિએ, જાણો ક્યાં પહોંચી કામગિરી

elnews

અનુજ પટેલ તબિયતમાં સુધારો, હેલ્થ બુલેટિન જાહેર

elnews

વડોદરાની ડભોઈ બેઠક પર રાજસ્થાન જેવું થાય છે

elnews

Leave a Comment

error: Content is protected !!