EL News

અદાણી ટોટલ ગેસ લિ.એ ’’કોર્પોરેટ્સ દ્વારા માર્ગ સુરક્ષામાં ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતા’’ માટેનો એવોર્ડ જીત્યો

Share
 Ahemdabad, el news

અમદાવાદ, ૨૫ જૂલાઇ ૨૦૨૩:તાજેતરમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ની નવી દિલ્હીમાં યોજાયેલી કોન્ફરન્સમાં રોડ સેફ્ટી એન્ડ ડ્રાઈવર મોનિટરિંગમાં ઓટોમેશનની પહેલ કરવા માટે  સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રની ભારતની અગ્રણી કંપની અદાણી ટોટલ ગેસ લિ. (ATGL)ને દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.

Measurline Architects

રોલ ઓફ કોર્પોરેટ્સ ઇન રોડ સેફટી- ૨૦૨૩ વિષયે યોજાયેલી પરિષદમાં અદાણી ટોટલ ગેસ લિ.(ATG) એ ‘કોર્પોરેટ દ્વારા રોડ સેફ્ટીમાં ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતા’ની શ્રેણીમાં FICCIનો રોડ સેફ્ટી એવોર્ડ, ૨૦૨૨ જીત્યો છે. શ્રી રાજીવ પ્રતાપ રુડીના અધ્યક્ષપદ હેઠળના પાર્લામેન્ટેરીયન ફોરમમાં ઓડિશાના જળ સંસાધન,વાણિજ્ય અને પરિવહન મંત્રી શ્રીમતી તુકુની સાહુના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો

 

માર્ગ સલામતી વધારવા માટે અદાણી ટોટલ ગેસ દ્વારા વાસ્તવિક સમયના ધોરણે થતા લાઇવ ટ્રેકિંગનું નિરીક્ષણ કરવા માટે.અમલમાં મૂકવામાં આવેલ કેન્દ્રિય ફ્લીટ કંટ્રોલ રૂમ તથા ગતિ ઉલંધ્ધન અને સતત ડ્રાઇવિંગ માટે ચેતવણીઓ આપવા માટે વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમનું રાઉન્ડ ધી ક્લોક ફ્લીટ કંટ્રોલ મારફત મોનિટરિંગ જેવી માર્ગ સુરક્ષા માટેની  અભિનવ પહેલ અમલમાં મૂકવામાં આવી છે, આ પહેલના આધારે પુરસ્કાર માટે કંપનીને સદરહુ એવોર્ડ માટે મજબૂત દાવેદાર બનાવી છે.

 

કંપની દ્વારા વાહનમાં સેટ કરેલા કેમેરા મારફત ડ્રાઇવરના વર્તન ઉપર આધુનિક સિસ્ટમથી મોનિટરીંગ માટે ગોઠવેલા ડ્રાઇવર વ્યવસ્થાપન પધ્ધતિ તેમજ ડ્રાઇવરને શૂન્ય અકસ્માત માટે સુરક્ષિત સલામત રુટનું મેપિંગ કરીને સફરનો માર્ગ પૂૂરો પાડવા માટે જર્ની રીસ્ક મેનેજમેન્ટ ઉપરાંત ડ્રાઇવરોને સમયાંતરે વર્ગખંડ અને પ્રાયોગિક રીતે રક્ષણાત્મક માર્ગોની તાલીમ અને માર્ગદર્શન જેવા પગલાઓની પહેલ કરી છે.

 

 

નાણા વર્ષ ૨૦૨૨-૨૩માં એક હજારથી વધુ ડ્રાઇવરોને તાલીમબધ્ધ કરવામાં આવ્યા હતા. વધુમાં માર્ગ સલામતી સપ્તાહ ઝુંબેશ અંતર્ગત તમામ સુપરવાઈઝર અને ડ્રાઈવરોને માર્ગ સુરક્ષા માટે જાગરૂકતા વધારવા સામેલ કરવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો…   “મારા સ્વાભિમાનને પડકાર”: રાજ્યસભામાં માઈક બંધ થવા પર બોલ્યા મલ્લિકાર્જુન ખડગે

અદાણી ટોટલ ગેસ લિ.

અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) નેટવર્ક વિસ્તારતી અને ઔદ્યોગિક, કોમર્શિયલ, ઘર વપરાશના ગ્રાહકોને  પાઈપ્ડ નેચરલ ગેસ  (PNG) પૂરો પાડતી તથા ટ્રાન્સપોર્ટ સેક્ટરને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) પૂરો પાડતી ભારતની અગ્રણી ખાનગી કંપનીઓ પૈકીની એક છે. ૧૪ ભોગોલિક વિસ્તારો માટે અધિકાર પ્રાપ્ત થયો તે પહેલાં 38 ભૌગોલિક વિસ્તારોને ગેસ વિતરણના મેન્ડેટ અનુસાર તે ભારતની 8 ટકા વસતિને સર્વિસ પૂરી પાડી રહી  છે. એનર્જી મિક્સમાં નેચરલ ગેસનો હિસ્સો વધારવાના રાષ્ટ્રના પ્રયાસોમાં ATGL નોંધપાત્ર ભૂમિકા બજાવે છે. ૫૨ ભૌગોલિક ક્ષેત્રો પૈકી 3૩ ભૌગોલિક ક્ષેત્રો માટે અધિકૃત અદાણી ટોટલ ગેસ લિ. સંચાલન કરે છે અને બાકીના ૧૯નું સંચાલન અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.ની 50:50 ટકાનું સંયુક્ત સાહસ ઈન્ડિયન ઓઈલ- અદાણી ગેસ પ્રાઈવેટ લિમિટેડ (IOAGPL) કરે છે. વધુમાં ATGL એ તેના ઈ-મોબિલિટી અને બાયોમાસ બિઝનેસ માટે  સંપૂર્ણ માલિકીની બે પેટાકંપનીઓ અનુક્રમે અદાણી ટોટલએનર્જીસ ઈ-મોબિલિટી લિમિટેડ (ATEEL) અને અદાણી ટોટલએનર્જીસ બાયોમાસ લિમિટેડ (ATEBL) ની રચના કરી છે.

 

For more information, please visit https://www.adanigas.com/

 

For Media Queries:                                             For Investor Queries:

Roy Paul I roy.paul@adani.com                         Priyansh Shah I priyansh.shah@adani.com

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વડોદરામાં સેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવા આવશે

elnews

સુરત : પલસાણાના તુંડી ગામે ફાર્મ હાઉસમાં જુગાર રમતા 11 ઝડપાયા

elnews

કચ્છ – બિપોરજોય વાવાઝોડાના કારણે ઈન્ડિયન એરફોર્સ સજ્જ

elnews

Leave a Comment

error: Content is protected !!