11.9 C
Gujarat
December 14, 2024
EL News

અદાણી યુનિવર્સિટી અને AHRD રિસર્ચ સહિતના પ્રોગ્રામ્સ માટે પરસ્પર સહયોગ કરશે

Share
EL News

અમદાવાદ, 10 મે, 2023: અદાણી યુનિવર્સિટી અને એકેડેમી ઓફ HRD (AHRD) વચ્ચે સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ, એક્ઝિક્યુટિવ એજ્યુકેશન અને ડોક્ટરલ ડિગ્રીઝના રિસર્ચ પ્રોગ્રામ્સ માટે સમજૂતી કરવામાં આવી છે. અદાણી યુનિવર્સિટીના પ્રો. ડૉ. એમ. મુરુગનંત અને HRDA ના ચેરપર્સન ડૉ. રાજેશ ચંદવાણી દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. માનવ સંસાધન સમુદાય અને તેમની ભાવિ માંગણીઓને પૂરી કરવામા આ ભાગીદારીથી લાભ થશે.

Measurline Architects
આ પ્રસંગે અદાણી યુનિવર્સિટીના પ્રો. ડૉ. એમ. મુરુગનંતે જણાવ્યું હતું કે, “અધ્યયનને વધારવા અને સમાજમાં પ્રભાવ બનાવવાના ઉદ્દેશ્યથી અદાણી યુનિવર્સિટીએ 31 ફ્રેમવર્ક અપનાવ્યું છે. જેમાં ટ્રાન્સલેટ, ટ્રાન્સસેન્ડ અને શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પરિવર્તનનો સમાવેશ થાય છે. આ યાત્રામાં AHRD સાથે ભાગીદારી કરવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ.” તેમણે ઉમેર્યું હતું કે યુનિવર્સિટીનું સંશોધન સઘન છે અને તેણે વિશિષ્ટ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, મેનેજમેન્ટ, ટેક્નોલોજી, ડિફેન્સ અને હેલ્થકેર વગેરેનો સમાવેશ થાય છે. AHRD સાથેની સમજૂતિ દ્વારા વ્યાવસાયિકોને હવે માનવ સંસાધનમાં પેકેજ્ડ/કસ્ટમાઇઝ્ડ સર્ટિફિકેટ્સ (અથવા) 3-વર્ષનો ડોક્ટરલ પ્રોગ્રામની તક મળશે.

વર્ષોથી એકેડેમીએ HRDને વ્યાપક વ્યવસ્થાપન વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ બનાવવા વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો શરૂ કર્યા છે અને તેનું સંચાલન કર્યું છે. ઉદ્યોગો સામેના સ્પર્ધાત્મક પડકારો અને વૈશ્વિકરણે જે તકો ખોલી છે તેનાથી આ ઉદ્દેશ્યને જબરદસ્ત મહત્વ મળ્યું છે. ઈવેન્ટ દરમિયાન, AHRDના ચેરપર્સન ડૉ. રાજેશ ચંદવાણીએ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે “સંશોધનમાં શ્રેષ્ઠતાની શોધ હંમેશા AHRDનું પ્રેરક બળ રહ્યું છે, અને અદાણી યુનિવર્સિટી સાથેનો અમારો સહયોગ માત્ર ઉચ્ચ-સ્તરની ગુણવત્તા જાળવવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.”

આ પણ વાંચો…ઘરે જ કરો આ 5 યોગાસન, 15 દિવસમાં વજન ઘટવા લાગશે

આ MOU વૈશ્વિક કુશળતા મેળવવા, શૈક્ષણિક જ્ઞાનેવર્ધન સાથે સમય અને સંસાધનોનો લાભ લેવાની પુરતી તકો પૂરી પાડે છે. તે પ્રોફેશનલ્સને ઈનસાઈટ્સનો ઉપયોગ કરી રિસર્ચ માર્ગદર્શન અને વધુ વ્યાવસાયિક વિકાસ માટે ટૂંકા અને લાંબા ગાળાના ખાસ પ્રોગ્રામ્સનો ભાગ બનવાની તક આપે છે.

અદાણી યુનિવર્સિટી વિશે:
યુવાનોને શિક્ષિત અને સશક્ત બનાવવાનું વિઝન, વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા પરિવર્તનશીલ સંશોધનને પ્રોત્સાહિત કરવા, તમામ સ્તરે શ્રેષ્ઠતા થકી વૈશ્વિક સ્થિરતામાં યોગદાન માટે અદાણી ગ્રૂપ ભારતના સૌથી મોટા પરિવહન અને ઉપયોગિતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર – સમૂહમાંનું એક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારતના સ્વપ્નદ્રષ્ટા શ્રી ગૌતમભાઈ અદાણી અને શ્રીમતી પ્રીતિબેન અદાણીએ ગુજરાતમાં અદાણી યુનિવર્સિટીની સ્થાપના કરી છે. પરિવર્તન માટે શિક્ષણ પર ભાર સાથે, અદાણી યુનિવર્સિટી શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે અત્યાધુનિક સંસ્થા છે. જે પ્રભાવશાળી ઉદ્યોગ જોડાણ અને બહુવિધ સંશોધન દ્વારા ઉચ્ચતમ મૂલ્યના સંચાલકીય અને તકનીકી જ્ઞાનનો પ્રસાર કરશે. અદાણી યુનિવર્સિટી સંશોધન-સઘન સંસ્થા વાસ્તવિક-વિશ્વની સમસ્યાઓને સંબોધવા અને પ્રભાવિત કરવા તૈયાર છે. યુનિવર્સિટીમાં સંશોધન, ઔપચારિક અને બિન-ઔપચારિક કાર્યક્રમો ડોક્ટરલ, અંડર-ગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રીઓ અને સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ, વગેરે ઓફર કરવામાં આવે છે.
મીડિયા પ્રશ્નો માટે: hiren.mandaliya@adaniuni.ac.in

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

ગૌતમ અદાણીએ કર્યું જોરદાર કમબેક

elnews

ફક્ત 210 રૂપિયા જમા કરી દર મહિને મેળવો 5000 રૂપિયા

elnews

ફટકો / 1 જુલાઈથી ટૂ-વ્હીલર થઈ શકે છે મોંઘા,

elnews

Leave a Comment

error: Content is protected !!