EL News

અમદાવાદમાં વિકાસ કામોની આ ભેટ અમિત શાહ આપશે

Share
 Ahemdabad, EL News

અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આ મુલાકાત દરમિયાન તેમના હસ્તે લોકસભા મત વિસ્તાર એવા અમદાવાદ અને ગાંધીનગરમાં 355 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં હાઉસિંગના મકાનોનું ઉદઘાટનથી લઈને  નારણપુરામાં લોકાર્પણ કાર્ય કરશે.
Measurline Architects
કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહ  ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમનો આ કાર્યક્રમ મે મહિનામાં જ  20 અને 21 તારીખના રોજ યોજાશે. કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે તેમના લોકસભા મત વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યોની ભેટ મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોની ભેટ લોકાર્પણ સ્વરુપે મળશે.

આ વિકાસકાર્યોનું ઉદઘાટન થશે 
ગોતા વોર્ડ, સાયન્સ સિટી વિસ્તાર સહિત વિવિધ વોર્ડમાં અંદાજે 2000 ઘરોનો ડ્રો કરવામાં આવશે. તેઓ ચાંદલોડિયા વોર્ડમાં 17 કરોડના ખર્ચે તૈયાર થનારા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. ગોતા વોર્ડમાં 18.41 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર બનાવવામાં આવશે. 7.75 કરોડના ખર્ચે બનેલ રેન બસેરાવગેરેનો સમાવેશ થાય છે. થલતેજ ગામમાં રૂ.5 કરોડના ખર્ચે થલતેજ તળાવ વિકસાવવા ખાતમુહૂર્ત કરાશે.

આ પણ વાંચો… રાજકોટના રૂખડીયાપરામાં બૂટલેગરોનો પાડોશીઓને ત્રાસ

નારણપુરામાં લોકાર્પણ થશે 
નારણપુરા વિસ્તારની ટીપી-29માં રૂ.2.93 કરોડના ખર્ચે તૈયાર થયેલ જીમખાના અને પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ – સાયબર કાફેમાં નિયત નિયમો પાલન કરવા આદેશ

elnews

ટ્રાફીકપોલીસ કર્મીઓએ CPR આપીને યુવકનો જીવ બચાવ્યો

elnews

અમદાવાદ: જાહેર માર્ગો પર સ્ટંટ રોકવા સરકાર દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે?

elnews

Leave a Comment

error: Content is protected !!