19.4 C
Gujarat
December 5, 2023
EL News

સુરતના ગેસ્ટ હાઉસમાં આપના ધારાસભ્ય મહિલા સાથે દેખાયા

Share
Surat, EL News

સુરતના ગેસ્ટ હાઉસમાં આપના સૌરાષ્ટ્રના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીનો મહિલા સાથે દેખાયા હતા. પતિ પાછળથી આવી જતા ભાગવું પડ્યું હતું. ત્યારે સાથે રહેલી મહિલાના CCTV ફૂટેજ વાયરલ થયા છે જેમાં ભૂપત ભાયાણી કાઉન્ટર પર એક મહિલા સાથે જોવા મળી રહ્યા છે. મહિલાનો ચહેરો દુપટ્ટાથી ઢંકાયેલો છે જ્યારે ધારાસભ્યનો ચહેરો ખુલ્લો છે. ગેસ્ટ હાઉસમાં મહિલા સાથે ધારાસભ્યના આ વીડિયો મામલે ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.
PANCHI Beauty Studio
આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધારાસભ્ય એક મહિલા સાથે જોવા મળે છે. મહિલાએ પોતાનો ચહેરો કપડાથી ઢાંકી રાખ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા CCTV ફૂટેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે પતિ મહિલાની પાછળથી આવ્યો તો ધારાસભ્ય રુમમાંથી બહાર નિકળીને મોઢા પર રૂમાલ બાંધીને ભાગી ગયા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો સુરતની એક હોટલનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મહિલા સાથે ધારાસભ્યના આ CCTV વીડિયોએ ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચાઓ પણ સામે આવી રહી છે.

આ પણ વાંચો…  રાજકોટ – રાજકમલ ફર્નિચરના શો રુમમાં લાગી ભીષણ આગ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક મહિલા સાથે ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા. રિસેપ્શનમાં ઔપચારિકતા બાદ ધારાસભ્ય મહિલા સાથે રૂમમાં આવ્યા હતા જ્યારે મહિલાનો પતિ પાછળથી આવ્યો તો ધારાસભ્ય મોઢા પર રૂમાલ બાંધીને ત્યાંથી ચાલ્યા ગયા.  આપના ધારાસભ્યના આ વીડિયો બાદ પાર્ટીએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. સીસીટીવીમાં રેકોર્ડ થયા મુજબ આ 8 જૂનનો છે. આપ ધારાસભ્યએ હજુ સુધી આ વીડિયો અને મહિલા સાથે દેખાવાના દાવા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ત્યારે આપ નેતાના આ મામલે ભારે ચર્ચા પણ ગુજરાતના રાજકરાણમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયાનો આ વાયરલ વીડિયો 8 જૂનનો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ડો. દર્શિતા શાહે ડેપ્યુટી મેયર પદેથી આપ્યું રાજીનામું જાણો શું છે

elnews

અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીએ તોડફોડ કરી

elnews

અમદાવાદ એરપોર્ટ પર વિમાનોના 6 પાર્કિંગ વધારવામાં આવશે

elnews

Leave a Comment

error: Content is protected !!