28.3 C
Gujarat
October 8, 2024
EL News

S.S.G હોસ્પીટલમાં ૯.૩૮ કરોડના અત્યાધુનિક M.R.I મશીનનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Share
 Vadodara, EL News

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાત અંતર્ગત લોકહિતાર્થે વિવિધ સુવિધાઓ ખુલ્લી મૂકવામાં આવી છે ત્યારે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે રૂ. ૯.૩૮ કરોડની (MRI) મેગ્નેટીક રેસોનન્સ ઇમેજીંગ) અદ્યતન સુવિધાનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

Measurline Architects
એમ.આર.આઈ. મશીનની સુવિધાઓમાં ૧૬ ચેનલ, તમામ કોઇલ સહિત કાર્ડિયાક સોફ્ટવેર પણ ઉપલબ્ધ છે.  આ સુવિધા થકી અત્યંત ખર્ચાળ નિદાન પદ્ધતિ કે જે સરકારી યોજનાઓ હેઠળના દર્દીઓ તેમજ બી.પી.એલ કાર્ડ ધરાવતા દર્દીઓ માટે આ સુવિધા તદન નિ:શુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી છે તથા અન્ય દર્દીઓ માટે રૂ.૨૦૦૦  ના રાહતદરે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તદુપરાંત રાજસ્થાન,  મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોના દર્દીઓ પણ બહોળી સંખ્યામાં એસ.એસ.જી. હોસ્પિટલની લાભ લે છે ત્યારે આ સુવિધા તમામ દર્દીઓ માટે ખુજ જ લાભકારી નીવડશે.
મુલાકાત દરમ્યાન આ સુવિધાનો યોગ્ય ઉપયોગ લોકો સુધી પહોંચે તે માટે મુખ્યમંત્રીએ જરૂરી સૂચનો સહિત વાર્તાલાપ કર્યા હતા. વધુમાં એસ.એસ.જી. હોસ્પિટલના કર્મયોગીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
સરકાર તરફથી ફાળવવામાં આવેલ રૂ.૯,૩૭,૯૦,૦૦૦ ના ખર્ચે તૈયાર કરવામાં આવેલ  (MRI) મશીન શરીરના વિભિન્ન ભાગની સામન્યથી લઇને અતિ ગંભીર બીમારીઓના નિદાન માટે ખુબજ ઉપયોગી છે. મુખ્યત્વે મગજની બીમારીઓ જેવી મગજનો ચેપ, મગજની સાદી કે કેન્સ્રરની ગાંઠ, અલઝૈમર અને પાર્કીનસન જેવી ઉંમર સાથે આવતી બીમારીઓનું પણ સચોટ નિદાન MRI થી કરી શકાય છે.
તદુપરાંત હાડકાની સાંધાની સ્નાયુની વિવિધ તકલીફો જેવી કે હાડકાનો કે સાંધાનો ચેપ, સાદી કે કેન્સરની ગાંઠ, સાંધાની ઇજાઓ વગેરેમાં પણ MRI ની તપાસ પણ ખૂબ જ ઉપયોગી છે ગર્ભવતી માતાના બાળકના વિકાસ તથા જો કોઈ ખોળખાંપણ હોય તો જે જાણવા MRI એક સચોટ નિદાન પદ્ધતિ છે.
જન સુખાકારીમાં વધારો કરતા લોકાર્પણ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર નિલેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, જિલ્લા કલેકટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા એસ.એસ.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયર, એસ.એસ.જી.ના વહીવટી અધિકારી અને અધિક કલેક્ટર ગોપાલ બામણીયા,  મેડિકલ સ્ટાફ, અગ્રણીઓ તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આવતીકાલે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે,

elnews

25 મેના રોજ ધોરણ 10નું પરીણામ થશે જાહેર

elnews

સુરત: સાતમ-આઠમમાં ST 100 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવાશે

elnews

Leave a Comment

error: Content is protected !!