37.5 C
Gujarat
April 28, 2024
EL News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી વિદેશી દારુની બોટલો મળી

Share
Rajkot, EL News

શિક્ષાના ધામમાં નશાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તાજેતરમાં જ વડોદરા એમએસની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રુમમાં મહેફીલ માણી રહ્યા હતા ત્યારે ગાંજાના છોડ પણ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ પાસે અને મારવાડી યુનિવર્સિટીમાંથી મળી આવ્યા છે ત્યારે શિક્ષાને શર્મસાર કરતા કિસ્સાઓ સતત જોવા મળી રહ્યા છે. રાજકોટ સૌરાષ્ટ્ર યનિવર્સિટીમાં સંસ્કૃત ભવનના પાછળના ભાગે ખાલી ઈંગ્લિશ દારુની બોટલ મળી આવી છે.

Measurline Architects

મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ બાદ દારુની બોટલ સૌરાષ્ટ્ર યનિવર્સિટીમાંથી મળી આવતા ફરી એકવાર સવાલો ઉભા થયા છે. સંસ્કૃત ભવનના કોન્વોકેશનના પાછળના ભાગે ત્રણ દારુની ખાલી બોટલો મળી આવી હતી. જો કે, દેશી દારુની પોટલીઓ પણ જોવા મળી હતી. આ દારુની બોટલો અત્યારે દૂર કરી દેવામાં આવી છે.  શિક્ષાના ધામમાં સતત આ પ્રકારે એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે.

આ પણ વાંચો…માથામાં પણ થાય છે ફંગલ ઇન્ફેક્શન,ટાલ થી બચવા કરો

અગાઉ રજાનો માહોલ હતો ત્યારે અહીં કોઈ દારૂની મહેફીલ માણવા આવ્યું હોવાની પણ આશંકા છે.  એક તરફ સિક્યોરીટી છે અને સીસીટીવી કેમેરા છે છતાં પણ આ બેદરકારી જોવા મળી રહી છે. જો કે, આ ભાગે સીસીટીવી આગામી સમયમાં લગાવવામાં આવશે. તેમ તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

જો કે, ભૂતકાળમાં પણ આ પ્રકારે દારૂની બોટલો મળી આવી હતી ત્યારે ફરી આ પ્રકારે દારૂની બોટલ મળી આવતા સીસીટીવીમાં મોનિટરીંગ કરવું જોઈએ તેમ વિદ્યાર્થી નેતાએ કહ્યું છે અને દારુની ખાલી બોટલો મામલે પોલીસ તંત્રની મદદ પણ લેવી જોઈએ.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરત: તેલયુક્ત ચંદનની થતી હતી ચોરી, વેપાર રેકેટનો થયો પર્દાફાશ

elnews

વડોદરામાં કેજરીવાલના કાર્યક્રમ પર પાલિકાના એક્શન

elnews

ભારતની સૌથી ઝડપથી વિકસી રહેલી ઇ-સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં શ્રી જયેશ ઠક્કરની ધમાકેદાર એન્ટ્રી

elnews

Leave a Comment

error: Content is protected !!