37.6 C
Gujarat
April 27, 2024
EL News

ફરી ચમક્યા ગૌતમ અદાણી, ગ્રુપના તમામ શેર થયા રોકેટ

Share
Business, EL News

દેશ અને દુનિયાના અગ્રણી અબજોપતિઓમાંના એક ગૌતમ અદાણીએ જોરદાર વાપસી કરી છે. તેમની નેટવર્થમાં ઉછાળો આવ્યો છે. અદાણીની નેટવર્થમાં વધારો થયા બાદ હવે તે વિશ્વના ટોપ-20 અબજોપતિઓમાં સામેલ થઈ ગયા છે. તેમની નેટવર્થ હવે વધીને 65 બિલિયન ડૉલરને પાર કરી ગઈ છે. શેરબજારમાં અદાણી ગ્રુપના શેરો સારો દેખાવ કરી રહ્યા છે. અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના પ્રમોટર જૂથે જૂથની બે લિસ્ટેડ કંપનીઓમાં તેનો હિસ્સો વધાર્યો છે. માત્ર 24 કલાકમાં અદાણીની નેટવર્થમાં $681 મિલિયનનો વધારો થયો છે. આટલી નેટવર્થ સાથે, ગૌતમ અદાણી હવે વિશ્વના 19મા સૌથી ધનિક વ્યક્તિત્વ છે.

PANCHI Beauty Studio

બધરી દીધી હિસ્સેદારી

સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, પ્રમોટર ગ્રૂપે ફ્લેગશિપ અદાણી એન્ટરપ્રાઇઝિસમાં હિસ્સો 69.87% થી વધારીને 71.93% કર્યો છે. સમાચાર અનુસાર, એક મહિનાથી ઓછા સમયમાં આ બીજી વખત છે જ્યારે પ્રમોટર્સે હિસ્સો વધાર્યો છે. પ્રમોટર્સે નવો બિઝનેસ શરૂ કરવા માટે અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં હિસ્સો 67.65% થી વધારીને 69.87% કર્યો હતો. એક્સચેન્જમાં ફાઈલ કરાયેલા દસ્તાવેજો દર્શાવે છે કે અદાણીએ પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડમાં તેનો હિસ્સો 63.06%થી વધારીને 65.23% કર્યો છે.

આ પણ વાંચો…‘બિનજરૂરી ફાયરિંગ કરી રહ્યું છે અફઘાનિસ્તાન’, પાકિસ્તાન

હિંડનબર્ગને કારણે થયું હતું નુકસાન

અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે 2023ની શરૂઆતમાં અદાણી ગ્રૂપ પર એક રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં દેવું અને શેરના ભાવમાં હેરાફેરી સહિત લગભગ 88 ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. આ પ્રકરણથી અદાણી ગ્રુપને ઘણું નુકસાન થયું હતું. તેની અસર એવી હતી કે પહેલા બે મહિનામાં જ ગૌતમ અદાણી ગ્રુપની નેટવર્થમાં 60 બિલિયન ડૉલરનો ઘટાડો થયો હતો.

શેરમાં ઉછાળો જોવા મળ્યો

સોમવારે અદાણી ગ્રુપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગના બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ ગૌતમ અદાણીની વર્તમાન નેટવર્થ $65.2 બિલિયન છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ગૌતમ અદાણી સૌથી વધુ કમાણી કરનાર અબજોપતિ હતા.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

કેન્દ્ર સરકાર દર મહિને આપશે 3400 રૂપિયા

elnews

LIC ની આ સ્કીમમાં રોકાણ કરો અને થઈ જાવ માલામાલ

elnews

ઉનાળો શરૂ થતાં જ લીંબુના ભાવ વધ્યા, જાણો

elnews

Leave a Comment

error: Content is protected !!