32.2 C
Gujarat
April 26, 2024
EL News

ફક્ત 7 રૂપિયા બચાવી મેળવો 60 હજાર પેન્શન

Share
Business :

મોંઘવારીના આ સમયમાં વૃદ્ધાવસ્થાના ખર્ચની ચિંતા દરેક વ્યક્તિ કરે છે. જો તમે પણ તમારા વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવા માંગો છો, તો આ સમાચાર ચોક્કસ વાંચો. આજે અમે તમને અહીં એક એવી સરકારી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં રોકાણ કરીને તમે માસિક પેન્શન મેળવી શકો છો. આ યોજના અટલ પેન્શન યોજના (APY) છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.

શું છે અટલ પેન્શન યોજના

અટલ પેન્શન યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. અગાઉ આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે 18 થી 40 વર્ષનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ યોજનામાં જમાકર્તાને 60 વર્ષ પછી પેન્શન મળવાનું શરૂ થાય છે. આ સ્કીમ હેઠળ તમે ન્યૂનતમ 1,000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અને વધુમાં વધુ 5,000 રૂપિયાનું માસિક પેન્શન મેળવી શકો છો. આ એક એવી સરકારી યોજના છે જેમાં તમારું રોકાણ સુરક્ષિત છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તેના માટે તમારી પાસે સેવિંગ એકાઉન્ટ, આધાર નંબર અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે.

PANCHI Beauty Studio
Advertisement
જાણો આ યોજનાના ફાયદા

 

સરકારની આ શાનદાર સ્કીમમાં તમે જેટલું જલ્દી રોકાણ કરશો તેટલો ફાયદો તમને મળશે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં જોડાય છે, તો 60 વર્ષની ઉંમર પછી તેને દર મહિને 5000 રૂપિયાની માસિક પેન્શન માટે માત્ર 210 રૂપિયા પ્રતિ મહિના જમા કરાવવા પડશે. એટલે કે આ સ્કીમમાં રોકાણ કરવા માટે સમયનું ખાસ ધ્યાન રાખવો પડશે.

5000 રૂપિયા મળશે માસિક પેન્શન

 

  • હવે વાત કરીએ આ યોજનાના લાભની. આ યોજનામાં જો તમે દરરોજ 7 રૂપિયા જમા કરો છો તો તમે દર મહિને 5000 રૂપિયા પેન્શન મેળવી શકો છો.
  • જ્યારે તેમા તમે દર મહિને 42 રૂપિયા જમા કરો છો તો 1000 રૂપિયાની માસિક પેન્શન મળશે
  • જો તમે 2000 રૂપિયા પેન્શન ઈચ્છો છો તો તમારે 84 રૂપિયાનું રોકાણ કરવું પડશે
  • જો તમે 3000 રૂપિયા માસિક પેન્શન ઈચ્છો છો તો તમારે 125 રૂપિયા માસિક રોકાણ કરવું પડશે
  • જો તમે 4000 રૂપિયા માસિક પેન્શન ઈચ્છો છો તો દર મહિને 168 રૂપિયા જમા કરવા પડશે

 

ટેક્સ બેનિફિટ

આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં મળતો ટેક્સ બેનિફિટ. અટલ પેન્શન યોજનામાં રોકાણ કરનારા લોકોને ઈનકમ ટેક્સ એક્ટ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનો કર લાભ મળે છે. હકીકતમાં તેમાંથી કરપાત્ર આવક બાદ કરવામાં આવે છે. આ સિવાય કેટલાક કેસમાં 50,000 રૂપિયા સુધીનો વધારાનો ટેક્સ બેનિફિટ મળે છે. એટલે કે આ સ્કીમમાં કુલ 2 લાખ રૂપિયા સુધી ડિડક્શન મળે છે.

આ યોજનાની જોગવાઈ

આ યોજના હેઠળ જો કોઈ રોકાણકાર 60 વર્ષ પહેલાં મૃત્યુ પામે છે, તો તેની પત્ની / પતિ આ યોજનામાં રૂપિયા જમા કરવાનું ચાલુ રાખી શકે છે અને 60 વર્ષ પછી દર મહિને પેન્શન મેળવી શકે છે. એક વિકલ્પ એ પણ છે કે તે વ્યક્તિની પત્ની તેના પતિના મૃત્યુ પછી એકસાથે રકમનો દાવો કરી શકે છે. જો પત્ની પણ મૃત્યુ પામે છે, તો તેના નોમિનીને એક સામટી રકમ મળે છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આજથી IPO પર દાવ લગાવવાની તક : નિષ્ણાતની સલાહ જાણો

elnews

Tata Tech IPO: 18 વર્ષ પછી ટાટા ગ્રૂપની કંપનીનો આવશે IPO

elnews

બિઝનેસ: હિંડનબર્ગ રિપોર્ટ અને અદાણી મામલે સેબીનું નિવેદન

elnews

Leave a Comment

error: Content is protected !!