31.5 C
Gujarat
September 13, 2024
EL News

ગુજરાત હાઇકોર્ટ 2 નવનિયુક્ત ન્યાયાધીશોનો શપથગ્રહણ

Share
Ahmedabad , EL News

ગુજરાત હાઇકોર્ટ ખાતે કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ એ.જે. દેસાઈની અધ્યક્ષતામાં નવનિયુક્ત ન્યાયાધીશોનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો.

નવનિયુક્ત ન્યાયાધીશ દેવન દેસાઈ અને સુશ્રી મોક્ષા કિરણ ઠક્કરે શપથગ્રહણ કર્યા આ ઉપરાંત એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તથા નવનિયુક્ત ન્યાયાધીશોના પરિજનોની ઉપસ્થિતિ રહી હતી.

PANCHI Beauty Studio

અગાઉ ગુજરાત હાઈકોર્ટને પાંચ નવા જજો મળ્યા, તેની સંખ્યા વધીને 29 થઈ હતી પરંતુ બે નવા જજોની નિમણૂક થતાં હાઈકોર્ટના જજોની સંખ્યા વધીને 31 થઈ છે. ગુજરાત હાઈકોર્ટને આખરે બે નવા જજ મળ્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ અગાઉ ટ્વિટ કરીને આ અંગેની માહિતી પણ આપી હતી. દેવેન દેસાઈ અને મોક્ષ ઠક્કરને હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરાયા બાદ આજે  શપથગ્રહણ સમારોહ યોજાયો હતો.

આ પણ વાંચો…Honey Test: શું તમે પણ ભેળસેળવાળું મધ ખાઓ છો?

ગુજરાત હાઇકોર્ટ ખાતે બે નવનિયુક્ત ન્યાયાધીશોનો શપથગ્રહણ સમારંભ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ એ. જે. દેસાઈએ બંને નવનિયુક્ત ન્યાયાધીશઓને શપથ લેવડાવ્યા હતા. નવનિયુક્ત ન્યાયાધીશ દેવન દેસાઈ અને મોક્ષા કિરણ ઠક્કરે શપથગ્રહણ કર્યા હતા. આ શપથગ્રહણ સમારોહમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તથા હાઇકોર્ટના જજીસ, વરિષ્ઠ વકીલો, નવનિયુક્ત ન્યાયાધીશઓના પરિજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

જજિસની સંખ્યા વધીને 31 થઈ
1 માર્ચ, 2023ના રોજ, ગુજરાત હાઈકોર્ટ 24 જજો સાથે કામ કરતી હતી ત્યારબાદ, 15 માર્ચે વધુ પાંચ ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી હતી, જે બાદ જજિસની સંખ્યા 29 થઈ ત્યારે આજે વધુ 2 ન્યાયાધીશોએ શપથગ્રહણ કર્યા છે જેથી ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 31 થઈ છે. જ્યારે હજુ પણ 21 જજોની જગ્યાઓ ખાલી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગુજરાતની 66 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર શરૂ થશે

elnews

અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ આયોજિત કાર્યક્રમ

elnews

અમદાવાદમાં રમાઈ રહેલી મેચ ભારત માટે ખૂબ જ અગત્યની

elnews

Leave a Comment

error: Content is protected !!