35.4 C
Gujarat
May 4, 2024
EL News

ભારતની જીડીપી 2023માં $3.75 ટ્રિલિયન સુધી પહોંચી

Share
 Business, EL News

India GDP : નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) 2023માં $3.75 ટ્રિલિયન ($3.75 ટ્રિલિયન)ને સ્પર્શવાની તૈયારીમાં છે,  ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને નાણામંત્રી સીતારમણે તેને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં એક ‘બ્રાઈટ સ્પોટ’ ગણાવ્યું છે. હાલમાં, ભારતની જીડીપી યુકે ($3,159 બિલિયન), ફ્રાન્સ ($2,924 બિલિયન), કેનેડા ($2,089 બિલિયન), રશિયા ($1,840 બિલિયન) અને ઑસ્ટ્રેલિયા ($1,550 બિલિયન) કરતાં વધુ છે.
Measurline Architects
ભારત ગયા વર્ષે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની   
ગયા વર્ષે ભારતે યુકેને પાછળ છોડીને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના અંદાજ મુજબ ભારત હવે માત્ર યુએસ ($26,854 બિલિયન), ચીન ($19,374 બિલિયન), જાપાન ($4,410 બિલિયન) અને જર્મની ($4,309 બિલિયન)થી પાછળ છે.

નાણામંત્રી નિર્મલા સિતારમણે કર્યું ટ્વીટ
નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે , “ભારતનો જીડીપી રેટ 2014 માં લગભગ $2 ટ્રિલિયનથી વધીને 2023માં $3.75 ટ્રિલિયન સુધી પહોંચશે. દેશ વિશ્વમાં 10મા સૌથી મોટામાંથી 5મા નંબરે આગળ વધી રહ્યો છે” ભારતને હવે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં એક તેજસ્વી સ્થાન કહેવામાં આવી રહ્યું છે.

ચોથા ક્વાર્ટરમાં વિકાસ દર 6.1 હતો 
તાજેતરના સરકારી ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો GDP 6.1 ટકા વધ્યો છે. સમગ્ર નાણાકીય વર્ષ 2022-23માં, ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે દેશની અર્થવ્યવસ્થા 7.2 ટકાના દરે વૃદ્ધિ પામી છે.

આ પણ વાંચો…શહેરના 9 જેટલા ગાર્ડનનું રૂ. 8 કરોડના ખર્ચે થશે નવીનીકરણ

ગ્રોથને લઈ મૂડીઝનો આ છે અંદાજ 
તાજેતરમાં, રેટિંગ એજન્સી મૂડીઝે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રમાં 6-6.3 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. આ સાથે મૂડીઝે પણ સરકારની આવક અપેક્ષા કરતાં ઓછી રહેવાના કારણે નાણાકીય મોરચે લપસવાની શક્યતા વ્યક્ત કરી છે. મૂડીઝનો આ અંદાજ આરબીઆઈના 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 8 ટકા ગ્રોથ રેટના અંદાજ કરતા ઘણો ઓછો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

નાણામંત્રી આજે સંસદમાં રજૂ કરશે આર્થિક સર્વે

elnews

ટેસ્લાને નહીં મળે અલગથી ખાસ સુવિધા,ભારતમાં એન્ટ્રી અંગે સરકારની જાહેરાત

elnews

લીલા નિશાન પર ખુલ્યું શેરબજાર; સેન્સેક્સ 65,600ને પાર

elnews

Leave a Comment

error: Content is protected !!