Ahmedabad, EL News
અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. ત્રણ મહિનામાં સતત ભૂવાઓ પડવાની સ્થિતિ સામે આવી છે. ભારે વરસાદ પહેલા આ સ્થિતિ શહેરમાં જોવા મળી રહી છે.
અમદાવાદમાં સતત ભૂવા પડવાનો સિલસિલો ઠેર ઠેર જગ્યાએ જોવા મળી રહ્યો છે. ત્યારે ખોખરા વિસ્તારમાં ફરી એકવાર ભૂવો પડ્યો છે. ખોખરા વિસ્તારની દક્ષિણ સોસાયટીમાં ભૂવો પડતા ભારે હાલાકીનો સામનો લોકોને કરવો પડ્યો છે.
અમદાવાદમાં હજૂ ચોમાસાની સત્તાવાર રીતે શરુઆત નથી થઈ ત્યારે એ પહેલા જ ભૂવા પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ભૂવા પડવાનો આ સિલસિલો ખોખરા વોર્ડમાં આવેલી દક્ષિણ સોસાયટીના
મુખ્ય માર્ગ પર જોવા મળ્યો છે.
આ પણ વાંચો… જયારે વડાપ્રધાન મોદીએ પૂરી કરી રાષ્ટ્રપતિ બાઇડનની જૂની ઈચ્છા
શહેરમાં સતત ભૂવાઓ પડી રહ્યા છે. અગાઉ ત્રણ માસમાં ત્રણ ભૂવાઓ પડી ગયા છે. ગુણવત્તા વિનાની કામગિરીને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રોડ પર આ સ્થિતિના કારણે ભારે મુશ્કેલીનો સામનો પણ લોકોને કરવો પડી રહ્યો છે. તંત્રએ આ વિશે ગંભીરતાથી કામ કરવાની જરુર છે. કેમ કે, આ પહેલા ભૂવામાં બાઈક ગરકાવ થઈ જવા સહીતની સ્થિતિ પણ જોવા મળી છે. ત્યારે ચોમાસા બાદ બની શકે છે કે, હજૂ વધુ ભૂવાઓ પડે.