28.8 C
Gujarat
October 9, 2024
EL News

નીતિન ગડકરીએ કાર ચલાવનારાઓને કર્યા ખુશ

Share
 Business, EL News

Nitin Gadkari Plan: છેલ્લા એક વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગયા વર્ષે 22 મેના રોજ કેન્દ્ર સરકારે તેલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જે બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 8 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર વર્ષ દરમિયાન કાચા તેલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અત્યારે ક્રૂડ 75 ડોલર પ્રતિ બેરલની આસપાસ ચાલી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના મોંઘા ભાવને કારણે લોકોમાં ઈલેક્ટ્રીક વાહનોનો ક્રેઝ વધ્યો છે. પરંતુ ઘણી વખત મોંઘા ખર્ચ અને જાળવણીના કારણે તેઓ ઇલેક્ટ્રિક કાર ખરીદી શકતા નથી.
Measurline Architects
ઈલેક્ટ્રિકલ વ્હીકલની કિંમત ઘટાડવાની પ્લાનિંગ

પ્રદૂષણના વધતા સ્તર અને પેટ્રોલની વધતી કિંમતને ધ્યાનમાં રાખીને સરકાર આગામી સમયમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ની કિંમત ઘટાડવાની યોજના પર કામ કરી રહી છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આવનારા સમયમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) ની કિંમતો પેટ્રોલ કારની સમકક્ષ થઈ જશે. આપને જણાવી દઈએ કે, હાલમાં ડીઝલ અને સીએનજી (CNG) કાર પેટ્રોલ કાર કરતા મોંઘી છે. ગત દિવસોમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

ઈલેક્ટ્રિકલ વ્હીકલની કિંમત પેટ્રોલ કારોની સમાન થશે

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ ગયા વર્ષે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, તે દિવસ દૂર નથી જ્યારે ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ કાર જેટલી હશે. ગડકરીએ જણાવ્યું હતું કે, સરકાર પાસે સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક બસો ચલાવવાની વિગતવાર યોજના છે. આપને જણાવી દઈએ કે સરકાર આ પગલા તરફ ઝડપથી આગળ વધી રહી છે. હાલમાં પેટ્રોલ કાર કરતા ઇલેક્ટ્રિક કારની કિંમત વધુ છે. તેમના નિવેદન બાદ કાર ચલાવતા લોકો ખુશ છે.

આ પણ વાંચો… કાચી કેરીની રિંગ્સ તમને ઉનાળામાં હીટસ્ટ્રોકથી સુરક્ષિત રાખશે

તેમણે આ દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે, દેશમાં આવનારો સમય ઈલેક્ટ્રિક મોબિલિટીનો છે. કેન્દ્રીય મંત્રીએ આશા વ્યક્ત કરી કે ઈલેક્ટ્રીક ઈંધણ ટૂંક સમયમાં વાસ્તવિકતા બની જશે. એક રિપોર્ટ મુજબ, ઈલેક્ટ્રિક વાહનની દરેક કેટેગરીમાં વાહનોના વેચાણમાં 800 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. એક આંકડા મુજબ, હાલમાં દર વર્ષે 25થી 30 લાખ ઈલેક્ટ્રિક કારનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. દેશમાં હાઈડ્રોજન કારનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આજથી IPO પર દાવ લગાવવાની તક : નિષ્ણાતની સલાહ જાણો

elnews

4 મહિના પહેલા આવ્યો IPO, ભાવમાં 92%નો ઉછાળો

elnews

ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ, થશે મોટી કમાણી

elnews

Leave a Comment

error: Content is protected !!