EL News

સુરત – 14 વર્ષનો કિશોર 9માં માળેથી પટકાતા મોત,

Share
 Surat,  EL News

14 વર્ષના કિશોરનું સુરતમાંથી બિલ્ડીંગના ઉપરના માળેથી પટકાતા મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર કિશોર મોબાઈલમાં મશગુલ હતો ત્યારે નીચેથી પટકાયો હોવાની જાણકારી મળી રહી છે.
PANCHI Beauty Studio
સિટીલાઈટ ક્રિસ એન્કલેવના 9માં માળેથી વિદ્યાર્થી મોબાઈલ જોતા જોતા નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત થયું છે. હિરા વેપારીનો પૂત્ર હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઉમરા પોલીસે અકસ્માતે ગુનો નોંધતા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો…   ફેફસામાં જમા થયેલી ગંદકીને સાફ કરવા માટે કરો આ 3 કામ,

સુરતમાં આ ચોંકવનારી ઘટના છે અને દરેક માતા પિતા માટે પણ આ લાલબત્તી સમાન કિસ્સો છે. પિતા પોતાની કાર રીપેર કરાવવા માટે ગયા હતા અને ઘરે કોઈ નહોતું ત્યારે કિશોર અયાન ઘરે એકલો હતો. ત્યારે અચાનક 9માં માળેથી તે નીચે પટકાયો હતો. કિશોર જેવો નીચે પટકાયો તેવો તેને તત્કાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જો કે, તેનો જીવ બચી શક્યો નહોતો. ત્યારે આ મામલે ઉમરા પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો છે. આ પ્રકારે ઘટના બનતા આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા છે. ત્યારે માતા પિતા માટે પણ આ લાલબત્તી સમાન કિસ્સો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

યુવકની હત્યા કરી નાસતો આરોપી આખરે 25 વર્ષે ઝડપાયો,

elnews

એક એકરમાં ૫ લાખ ઉપરની કમાણી થઈ શકે છે, આ ખેતી કરવાથી …

elnews

અમદાવાદમાં એસ.જી. હાઈવે પર યુવકનો મળી આવ્યો મૃતદેહ

elnews

Leave a Comment

error: Content is protected !!