22.9 C
Gujarat
March 22, 2023
EL News

સુરતનો ડેનિમ ઉદ્યોગ દેશના ફેબ્રિકમાં 10 ટકા હિસ્સો ધરાવે છે

Share
Surat, EL News:
સુરત એટલે ટેક્સટાઈલ ઉદ્યોગનું હબ માનવામાં આવે છે.એમાં પણ સિન્થેટિક કાપડ તો ખુબજ પ્રચલિત છે.પરંતુ આ શહેર હવે ડેનિમ ના કાપડ ના ઉત્પાદનમાં મહારથ હાસિલ કરવા તરફ આગળ વધી રહ્યું છે.
આજે અહીં 7 જેટલી કંપનીઓ ડેનિમ કાપડનું ઉત્પાદન કરી રહી છે.બદલાતા જમાના સાથે લોકો ડ્રેસ મટીરીયલ તેમજ જીન્સ અને ડેનિમના કપડા પર વધુ પસંદગી ઉતારી રહ્યા છે.તેવામાં વધતી માંગની સાથે ઉદ્યોગોમાં પણ બદલાવ જરૂરી છે.ત્યારે આ કંપની ઉત્પાદન કરી સારો એવો નફો મેળવી રહ્યા છે.આ કાપડ ઉદ્યોગ વિષે વાત કરીએ તો,અહીં 30 લાખ મીટર જેટલું કાપડ વિદેશમાં એક્સપોર્ટ થઇ રહ્યું છે.
આ દેશોની વાત કરવામાં આવે તો બાંગ્લાદેશ,ઇજિપ્ત,મેક્સિકો,કોલોંબીયા ખુબ જ મોટા માર્કેટ છે.તો દૈનિક ઉત્પાદનમાં ભારતના 7 ટકા જેટલો હિસ્સો સુરત પૂરું પાડે છે.
સુરત ખૂબ જ આગળ વધી રહ્યું છે.ધીરે-ધીરે કોટન કાપડ,સિલ્ક તેમજ અન્ય ઉત્પાદનો પણ સુરતમાં થઇ રહ્યા છે.તેવામાં ડેનિમ ઉપ્તાદનમાં પણ સુરત પોતાનો સિક્કો જમાવી રહ્યું છે.હાલ આ શહેરની અલગ જ ચમક બની રહી છે. જેના કારણે લોકોને રોજગારી પણ ખુબજ મળી રહી છે.

Related posts

શિક્ષણમંત્રી તરીકે કુબેર ડીંડોરે વિધિવત પદભાર સંભાળ્યો

elnews

પેપર લીક સામે રાજ્ય સરકારે કાયદો બનાવવા સર્વે કર્યો

elnews

વડોદરા: VMCના 40 ડેપ્યૂટી એન્જિનિયરની એકસાથે બદલી

elnews

Leave a Comment

error: Content is protected !!