20 C
Gujarat
February 23, 2024
EL News

સારા સ્વાસ્થ્ય માટે લઈ રહ્યા છો સપ્લિમેન્ટ્સ?

Share
Health, EL News

Good And Bad Supplements For Heart Health : હ્રદયના ધબકારા અચાનક બંધ થઈ જવા અને ખુશખુશાલ વ્યક્તિનું પળવારમાં મૃત્યુ થઈ જવું. આવા કિસ્સાઓ આ દિવસોમાં ખૂબ જ ઝડપથી સામે આવી રહ્યા છે. આ તસવીરો એટલી હેરાન કરે છે કે હૃદયના સ્વાસ્થ્યની ચિંતા થવી જ રહી. આ ચિંતાને કારણે લોકો ઘણીવાર એવી વસ્તુઓ ખાવા-પીવા લાગે છે જે તેમને લાગે છે કે, હૃદયની તંદુરસ્તી સારી રહેશે. આ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે દરેક સપ્લીમેન્ટ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી હોતા. કેટલાક સપ્લીમેન્ટ હૃદયને ફાયદાને બદલે નુકસાન પણ પહોંચાડે છે. ચાલો આપને જણાવીએ કે કયા સપ્લીમેન્ટ ફાયદાકારક છે અને કયા નુકસાનકારક.

PANCHI Beauty Studio

આ સપ્લીમેન્ટ્સ છે ફાયદાકારક

વિટામિન્સ અને મિનરલ્સની પૂરતી માત્રા હૃદય રોગનું જોખમ ઘટાડે છે. ઘણી વખત એવું બને છે કે, પુષ્કળ ફળો અને શાકભાજી ખાવા છતાં એક અથવા બીજા વિટામિન કે મિનરલની ઉણપ થઈ જાય છે. સપ્લિમેન્ટ તે ઉણપને દૂર કરવા માટે બનાવવામાં આવે છે.

આ પણ વાંચો…કતારગામના આદિનાથ એપાર્ટમેન્ટમાં 64 ફ્લેટ સીલ જાણો કારણ

ફાઈબર્સ

સોલ્યૂબલ અને ઈનસોલ્યૂબલ ફાઈબર સપ્લીમેન્ટ હાર્ડને મજબૂત કરે છે. પરંતુ કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. જો તમે ફાઇબર્સ સંબંધિત સપ્લિમેન્ટ લો છો, તો ચોક્કસપણે તમારી જાતને હાઈડ્રેટેડ રાખવાની રીતો શોધતા રહો. કેટલાક ફાઈબર સપ્લીમેન્ટ શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રાને પણ સંતુલિત કરે છે.

ઓમેગા 3 ફેટી એસિડ

હૃદયને સૌથી વધુ નુકસાન પહોંચાડનારા ટ્રાઈગ્લિસરાઈડ્સને નિયંત્રિત કરવામાં અસરકારક થાય છે ઓમેગા 3 ફેટી એસિડ. તેની ઉણપ માછલી ખાવાથી અથવા પૂરક તરીકે માછલીનું તેલ લેવાથી પૂરી થાય છે.

મેગ્નેશિયમ

શરીરમાં મેગ્નેશિયમની ઉણપથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ વધી જાય છે. મેગ્નેશિયમની ઉણપ પૂરી કરવા માટે સપ્લિમેન્ટ્સ લઈ શકાય છે. કિડનીની સમસ્યા ધરાવતા લોકોએ મેગ્નેશિયમ સપ્લિમેન્ટ લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

આદુ

આદુ એ કુદરતી પૂરક છે. જે હૃદય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરે છે. આદુ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. પરંતુ તેના કારણે બ્લડ ક્લોટિંગ ઘટે છે અને બ્લીડિંગનું જોખમ વધી શકે છે.

Choline

આ તત્વ નોન વેજ ફૂડમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. પરંતુ તેનાથી બેક્ટેરિયા ઝડપથી વધી શકે છે. આ સિવાય પ્લેટલેટ્સ એકસાથે ક્લોટનું સ્વરૂપ પણ લઈ શકે છે. તેથી, જ્યારે ડૉક્ટર સલાહ આપે ત્યારે જ કોલીન ખાઓ.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

દહી સ્વાસ્થ્ય માટે છે દમદાર પણ રાત્રે સેવન કરવાથી થઈ શકે…

elnews

Winter Healthy Drink: શિયાળામાં આદુનો ઉકાળો પીવો

elnews

ગળામાં ખરાશને કારણે કર્કશ અવાજ થઈ ગયો છે?

elnews

Leave a Comment

error: Content is protected !!