19.4 C
Gujarat
December 5, 2023
EL News

વિદેશના ડેલીગેટ્સની હાજરીમાં G20ની 3જી મિટીંગ ગુજરાતમાં એકતાનગર ખાતે મળી

Share
Gujarat, EL News

વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટતમ પ્રતિમાના સાનિધ્યમાં વસુધેવ કુટુંબકમની થીમ સાથે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવઓની ઉપસ્થિતિ અને દેશ- વિદેશના ડેલીગેટ્સની હાજરીમાં G20ની 3જી મિટીંગ યોજાઈ રહી છે. મંત્રી બળવંતસિંહ રાજપૂત ગુજરાત સરકાર વતી વિદેશી ડેલીગેટ્સ સાથે ગાલા ડિનર માટે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
PANCHI Beauty Studio
આ દરમિયાન તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થોડા દિવસો પહેલાં અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે રોકણકારોને ખૂબ સારું પ્રોત્સાહન મળ્યું છે. માત્ર ૬ દિવસમાં જ રોકાણકારોને જમીન ફાળવી દેવામાં આવી હોવાનું પણ મંત્રીએ ઉમેર્યું હતું.
એકતાનગર ખાતે સેમિનાર અને પત્રકાર પરિષદ બાદ સાંજે વિદેશી ડેલીગેટ્સ માટે ટેન્ટ સીટી-૨ ખાતે ભારતીય સંસ્કૃતિની ઝલક અને ગુજરાતની ઝાંખી દર્શાવતી કૃતિઓ પ્રસ્તુત કરતા મહેમાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમ બાદ સૌ કલાકારોએ ગુજરાતના ઉદ્યોગ, લઘુ તથા સુક્ષ્મ મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે સમૂહ તસ્વીર ખેંચાવી હતી.

મંત્રી રાજપુતે વિવિધ દેશોના ડેલીગેટ્સ સાથે ટેન્ટ સિટી-2 ખાતે મુલાકાત કરીને G20 સમીટ વિશે ચર્ચાઓ કરી હતી. ગુજરાતી કલાકારો દ્વારા રાત્રિ કાર્યક્રમ દરમિયાન પ્રસ્તુત કરાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક સે બઢકર એક ઝાંખી નિહાળી હતી. મંત્રીએ બાદમાં કલાકારો સાથે સમૂહ તસ્વીર ખેંચાવી હતી. મંત્રીશ્રીએ ટ્રેડ ઇન્વેસ્ટર સમીટમાં વિવિધ દેશોમાંથી પધારેલા ડેલીગેટ્સ સાથે ગાલા ડિનરમાં સહભાગી બની રાજ્ય સરકાર વતી ઉપસ્થિતિ નોંધાવી હતી. જ્યાં  ભારતીય પરંપરાગત આહારનો લ્હાવો ડેલીગેટ્સે માણ્યો હતો.

આ પણ વાંચો…   ભારતની માળખાકીય ગાથામાં રોકાણકાર ભાગીદારોના આગમનને સતત જોડી રહેલું અદાણી ગૃપ

એકતાનગર ખાતે ઉપસ્થિત રહેલા મંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, જી20ની સમગ્ર ભારતમાં ૧૭ જેટલી મિટીંગ આયોજિત કરવામાં આવી છે. દેશ-વિદેશના ડેલિગેટ્સને ગુજરાતમાં દીલથી આવકારીએ છીએ. ગુજરાતમાં આયોજિત મિટિંગો પૈકીની આ ચોથી મિટિંગ છે. ગુજરાત પ્રગતિશીલ રાજ્ય છે તેના વિકાસને નજરે નિહાળી વિદેશી ડેલિગેટ્સ અભિભૂત થયા હતા અને પ્રસંશા કરી હતી. ગુજરાત વિકાસનું મોડેલ બન્યુ છે તેને સૌ રાજ્યો અનુસરે છે. ગુજરાતની મોડેલ રાજ્ય તરીકેની પહેલ વિશ્વમાં પણ આગવી ઓળખ ધરાવે છે. ગુજરાતને ૧૬૦૦ કિમી લાંબો દરિયા કિનારો ધરાવે છે ત્યારે બંદરોનો વિકાસ કરી આયાત-નિકાસને વધારવા સાથે પ્રવાસનને પણ વધુ વેગ આપી શકાશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગાંધીનગર: છૂટાછેડા આપ્યા વિના જ પતિએ બીજા લગ્ન કર્યાં

elnews

અમદાવાદ – નવરંગપુરા, વસ્ત્રાપુર વિસ્તારમાં વાહન ચોરી કરતી ગેંગ ઝડપાઈ

elnews

રાહુલના માનહાનિ કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થશે

elnews

Leave a Comment

error: Content is protected !!