National, EL News
યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) પર ભારે ચર્ચા વચ્ચે, ભાજપે મંગળવારે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ)ના વડા અસદુદ્દીન ઓવૈસીની ટીકા કરતા કહ્યું કે, એઆઈએમઆઈએમના વડા માત્ર કુરાન વાંચે છે પરંતુ બંધારણ નહીં. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ યુસીસીનો વિરોધ કરી રહેલા ઓવૈસી અને અન્ય લોકોને 14 જુલાઈ સુધીમાં કાયદા પંચને તેમના સૂચનો સબમિટ કરવાની સલાહ આપી છે.
બીજેપી નેતાએ કહ્યું કે, જો ઓવૈસીની ડિગ્રી નકલી નથી, તો તેમણે પહેલા 14 જુલાઈ સુધીમાં કાયદા પંચને સલાહ આપવી જોઈએ. જેઓ યુસીસીની ટીકા કરી રહ્યા છે તેઓએ આયોગને તેમના સૂચનો આપવા જોઈએ. PM નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમની યુએસ મુલાકાત પછી તેમના પ્રથમ જાહેર સંબોધનમાં, પરિવારોમાં સ્થિરતાની જરૂરિયાતને ટાંકીને UCCની હિમાયત કરી હતી. તેમની ટિપ્પણીથી કોંગ્રેસ, આરજેડી અને ડીએમકે જેવા વિપક્ષી પક્ષો દ્વારા આકરી ટીકા થઈ હતી.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પીએમની ટીકા કરતાં પૂછ્યું, શું તમે હિંદુ અવિભાજિત પરિવારને ખતમ કરશો? AIMIMના વડાએ કહ્યું, “ભારતના વડાપ્રધાન ભારતની વિવિધતા અને તેના બહુલતાને સમસ્યા માને છે. એટલે જ તેઓ આવી વાત કરે છે… કદાચ ભારતના વડાપ્રધાન કલમ 29 સમજી શકતા નથી. શું તમે યુસીસીના નામે દેશની બહુલતા અને વિવિધતાને છીનવી લેશો?” તેમણે આરોપ લગાવ્યો કે, જ્યારે વડાપ્રધાન UCC વિશે વાત કરે છે, ત્યારે તેઓ હિન્દુ સિવિલ કોડનો ઉલ્લેખ કરે છે. હવે તેઓ તમામ ઇસ્લામિક પ્રથાઓને ગેરકાયદેસર ગણશે અને કાયદા હેઠળ તમામ હિંદુ પ્રથાઓનું રક્ષણ કરશે. હું તેને પડકાર આપું છું – શું તેઓ હિંદુ અવિભાજિત કુટુંબને નાબૂદ કરી શકે છે? પંજાબમાં યુસીસી વિશે શીખો પાસે જાઓ અને કહો, જુઓ ત્યાં શું પ્રતિક્રિયા આવશે…?”
આ પણ વાંચો… ગાંધીનગર – સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
બીજી તરફ કોંગ્રેસે UCC પર સીધી ટિપ્પણી કરી ન હતી, પરંતુ આરોપ લગાવ્યો હતો કે PMએ મણિપુરના મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે તેનો ઉપયોગ કર્યો હતો. DMK એ SC/ST મંદિર પ્રવેશ માટે હિંદુ ધર્મમાં UCCના અમલીકરણને સમર્થન આપ્યું હતું, જ્યારે PM મોદીના નિવેદન પછી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તેનો સખત વિરોધ કર્યો હતો.