26.6 C
Gujarat
September 28, 2023
EL News

રાજકોટ કલેકટરની અધ્યક્ષતામાં લોકોએ કર્યો અંગ દાનનો સંકલ્પ

Share
Rajkot, EL News

વ્યક્તિના મૃત શરીરમાં રહેલા અંગો બીમાર કે નિ:સહાય વ્યક્તિને મદદરૂપ બની શકે છે. આથી, દર વર્ષે વિશ્વભરમાં અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર ૧૩ ઓગસ્ટને ‘વિશ્વ અંગદાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

Measurline Architects

જે નિમિત્તે રાજકોટ શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલ અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ૧૫૦ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો. કલેકટરશ્રી પ્રભવ જોશીએ અંગદાન જાગૃતિ માટે શપથ લેવાની સાથેસાથે તબીબી અધિક્ષકશ્રી ડો. આર. એસ. ત્રિવેદીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને અંગદાન માટે આવશ્યક સુવિધા તેમજ જરૂરિયાત મુજબ દવા, ઇન્જેક્શન, ઓપરેશન માટે સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો…ડેન્ગ્યુના વધતા ખતરાની વચ્ચે આ રીતે રાખો બાળકનું ધ્યાન

આ તકે પી.ડી.યુ. કોલેજનાં ડીનશ્રી ડો. એમ. જે. સામાણી, ડો. મહેન્દ્ર ચાવડા, ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, ₹ ડો. તેજસ કરમટા, શ્રી મિત્તલ ખેતાણી, શ્રી નિતીનભાઈ ઘાટલીયા, શ્રી વિક્રમભાઈ જૈન, શ્રી ભાવનાબેન મંડલિ, શ્રી હર્ષિતભાઈ કાવર, શ્રી ભાવેશભાઈ ઝીંઝુવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, તેમ તબીબી અધિક્ષકશ્રીની યાદીમાં જણાવાયું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરત: હાર્ટ એટેકથી વધુ એક મોત,

elnews

આ વેકેન્સી છે પરંતુ આંકડાઓ બહાર નથી પડતા..

elnews

વડોદરા: વાળ કપાવવા કળેલા ત્રણ ભાઈઓને ગોઝારો અકસ્માત

elnews

Leave a Comment

error: Content is protected !!