21.1 C
Gujarat
December 6, 2024
EL News

વડોદરાઃ 3 તોલાની ચેઈન લૂંટીને બે શખ્સો નાસી ગયા હતા

Share
Vadodara, EL News

વડોદરામાં સવારે વોકિંગ કરવા નિકળેલી મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા બે શખ્સોએ આ પ્રકારે અચાનક આવી મહિલાના ગળામાંથી દોરો ઝૂંટવી લીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે વીડિયોના આધારે આરોપીઓને પકડવા માટે કમર કસી છે.

Measurline Architects

આ સોનાની ચેઈન ત્રણ તોલાની હતી. પોલીસને જાણ થતા આ મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જેમાં બે બાઈક સવાર દ્વારા આ પ્રકારે સ્નેચિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે મહિલા રાડ પાડતા આજુ બાજુ લોકો પણ ભેગા થઈ ગયા હતા. વારંવાર આ પ્રકારની ઘટનાઓ મહિલાઓ સાથે બની રહી છે.

આ પણ વાંચો…આ 4 સુપરફૂડ તમને વાળ ખરવા અને ડ્રાયનેસથી બચાવશે

વડોદરામાં વહેલી સવારે  કરવા ગયેલી મહિલાના ગળામાં સોનાની ચેઈન લઈને બાઇક સવાર નાસી છૂટ્યા હતા. પોલીસે આ ઘટનાના સીસીટીવી મેળવીને તપાસ હાથ ધરી છે.
હતો. તમને જણાવી દઈએ કે બાઇક સવાર મહિલાના ગળામાંથી ત્રણ તોલાની ચેન લઈને ફરતો પણ કેમેરામાં કેદ થયો છે. બીજી તરફ ચેઈન સ્નેચિંગની ઘટના બાદ પોલીસ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. આ પ્રકારે ટોળકીઓ ચેન સ્નેચિંગ કરી નંબર પ્લેટ વિનાના બાઈક સાથે આવી આસાનીથી ફરાર થઈ જાય છે. ત્યારે આ મામલે પોલીસે પણ ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

જુન મહિનામાં સુરતની સુમુલ પશુપાલકોને ચૂકવશે બોનસ

elnews

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે અંગદાન

elnews

રાજકોટમાં બાળકો માટે નિ:શુલ્ક ‘યોગ સમર કેમ્પ’ યોજાશે

elnews

Leave a Comment

error: Content is protected !!