30.7 C
Gujarat
April 28, 2024
EL News

અમદાવાદની મેટ્રોમાં પાનની પિચકારી પર 5000 રુપિયાનો દંડ

Share
Ahmedabad :

અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોર પર મેટ્રો શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જો તમે પાનની પિચકારી મારતા પકડાશો તો 5000 રૂપિયા સુધીનો દંડ થશે અને તમને જેલના સળિયા પાછળ પણ ધકેલી શકાશે. તે પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે.

PANCHI Beauty Studio
Advertisement

અમદાવાદમાં મેટ્રો ટ્રેન ચાલી રહી છે. મેટ્રો પણ ધીમે ધીમે અમદાવાદના રહેવાસીઓમાં લોકપ્રિય બની રહી છે ત્યારે વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ત્યારે આ પ્રકારની કેટલીક બેદરકારી પણ સામે આવી હતી ત્યારે આ મામલે કડકાઈ દાખવવામાં આવશે. જેથી આ મામલે નિયમો વધુ કડક બનાવવામાં આવશે. જે અંતર્ગત મેટ્રોના કોચમાં પાન, ગુટખાની પિચકારી મારશો તો આવી બનશે.

આ પણ વાંચો… ગુજરાતમાં નફરત ફેલાવનારા લોકોને ગુજરાત ક્યારેય સ્વીકારશે નહી – નરેન્દ્રભાઇ મોદી

વ્યવસ્થા હેઠળ મેટ્રોમાં આ કાર્યવાહી કરવામાં આવશે અને પકડાશે તો 5000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત મેટ્રો રેલના કોચને નુકસાન કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમની સમક્ષ પણ આ કાર્યવાહી કરવામાં આવશે.

GMRC એ બંને કોરિડોર પર આવા મુસાફરો સાથે કામ કરવા માટે વિશેષ ટુકડીઓની રચના કરી છે. જો તમે કોચની અંદર કચરો ફેંકતા, થૂંકતા કે ફર્નિચરને નુકસાન કરતા અથવા સેફ્ટી બટન પર છેડછાડ કરશો તો 5000 રૂપિયા સુધીનો દંડ થશે અને તમને જેલના સળિયા પાછળ ધકેલી શકાશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અટલજીની જન્મ જયંતિ નિમિત્તે GRYB દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઇ.

elnews

11 ,000 બ્રાહ્મણોએ લીધું એકજ પંગતમાં બ્રહ્મભોજન

elnews

વિજય દેવકોન્ડાની લાઈગર ઉપર બધાની નજર.

elnews

Leave a Comment

error: Content is protected !!