22.1 C
Gujarat
December 4, 2024
EL News

આ યોજના અંતર્ગત મહિલાઓના ખાતામાં રૂપિયા ટ્રાંસફર કરવામાં આવે છે.

Share
Govt Scheme:

કેન્દ્ર સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નવી નવી યોજનાઓ લઈને આવે છે. આ જ ક્રમમાં મોદી સરકારે મહિલા માટે પ્રધાનમંત્રી માતૃત્વ યોજના લોન્ચ કરી છે. આ યોજના વર્ષ 2017થી ચાલી રહી છે. જે અંતર્ગત મહિલાઓના ખાતામાં રૂપિયા ટ્રાંસફર કરવામાં આવે છે. સરકારનો ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવાનો છે. જેમની પાસે કોઈ રોજગારનું સાધન નથી.

 

કોણ કરી શકે છે અરજી

 

આ યોજનામાં ગર્ભવતી મહિલાઓ અપ્લાય કરી શકે છે. ગર્ભવતી મહિલાઓની જિંદગી સુધારવા માટે અને તેમની જરૂરિયાતોને પુરી કરવા માટે સરકારે આ યોજના શરૂ કરી છે. આ યોજનાનો ફાયદો લેવા માટે માતા-પિતાના આધાર કાર્ડ, માતા-પિતાના ઓળખાણ પત્ર, બાળકોના જન્મ પ્રમાણપત્ર, બેંકખાતાની પાસ બુક હોવી જરૂરી છે.

 

આપને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પહેલી વાર ગર્ભ ધારણ કરનારી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આર્થિક સહાય આપવામા આવે છે. આ યોજનાની શરૂઆત 1 જાન્યુઆરી 2017ના રોજ થઈ હતી. તેને પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાયતા યોજનાના નામથી ઓળખવામાં આવી હતી.

 

3 હપ્તામાં મળે છે રૂપિયા

 

આ યોજનાનો ઉદ્દેશ્ય માતા અને બાળકો બંનેની સારી દેખરેખ માટે છે. સરકાર ત્રણ તબક્કામાં આર્થિક મદદ આપે છે. પ્રથમ તબક્કામાં 1000 રૂપિયા, બીજા તબક્કામાં 2000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2000 રૂપિયા ગર્ભવતિ મહિલાઓને આપવામા આવે છે. તો વળી અંતિમ 1000 રૂપિયાનો હપ્તો બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં આપે છે. આ યોજના વિશે વધારે જાણકારી મેળવવા માટે સત્તાવાર વેબસાઈટની પણ મુલાકાત લઈ શકો છો.

 

મહિલાઓના એકાઉન્ટમાં આવે છે રૂપિયા

 

યોજના નો હેતો પ્રથમ વખત માતા બનનારી મહિલાઓને પોષણ આપવાનો છે. 5000 રૂપિયામાંથી પ્રથમ હપ્તો 1000 રૂપિયા, બીજા હપ્તામાં 2000 રૂપિયા અને ત્રીજા હપ્તામાં 2000 રૂપિયાનો હોય છે. સરકારી નોકરતી કરતી મહિલાઓ આ યોજનાનો લાભ નથી લઈ શકતી.

 

 આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

જખૌથી 180 કિમી દૂર બિપોરજોય આવતા પહેલા ગુજરાતમાં ઘેરી ચિંતા,

elnews

28 ફેબ્રુઆરીથી 4 માર્ચ 2023 દરમિયાન સાયન્સ કાર્નિવલ યોજાશે

elnews

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો બનશે

elnews

Leave a Comment

error: Content is protected !!