32.1 C
Gujarat
May 16, 2024
EL News

ઓગસ્ટ મહિનામાં 13 દિવસ બેંક રહેશે બંધ..

Share
Lifestyle:

જુલાઇ મહિનો હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે હવે ઓગસ્ટ મહિનો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે જો તમે પણ બેન્કિંગ કામકાજ માટેનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તે પહેલા આ મહિનાના બેન્ક હોલિડેની યાદી ચોક્કસપણે વાંચી જજો અન્યથા બેંકમાં ધક્કો થશે.

આ લિસ્ટ વાંચવાથી તમે સમયથી પહેલા તમારા બેંકને લગતા દરેક કામકાજો પૂરા કરી શકશો અને પછી તમારે કોઇ જ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા હોલિડે લિસ્ટ અનુસાર આ મહિને દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ 13 દિવસ માટે બેંકો બંધ રહેશે.

ઓગસ્ટ મહિનામાં 13 દિવસ બેંક બંધ રહેશેઓગસ્ટ મહિનાને તહેવારનો મહિનો પણ ગણવામાં આવે છે. આ મહિનામાં દેશના અનેક ભાગમાં અનેકવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તેમાં સ્વાતંત્ર્ય દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો પણ સામેલ છે.

જો તમે પણ આ મહિને બેંક સંબંધિત જરૂરી કામકાજ પૂરા કરવા માંગો છો તો આ મહિને રજાઓની યાદી વિશે જાણકારી આપી રહ્યાં છે. આ મહિને કુલ 13 દિવસ બેંક બંધ રહેશે જેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. તો ચાલો ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે તેના વિશે વાંચીએ.

ઓગસ્ટ 2022માં બેંક હોલિડેની યાદી

1 ઓગસ્ટ, 2022 – દ્રુપકા શે જી તહેવાર (ગંગટોક)

7 ઓગસ્ટ 2022 – પહેલો રવિવાર

8 ઓગસ્ટ – 2022 – મોહરમ (જમ્મૂ અને શ્રીનગર)

9 ઓગસ્ટ, 2022 – ચંડીગઢ, ગુવાહાટી, ઇમ્ફાલ, દહેરાદૂન, શિમલા, તિરુવનંતપુરમ, ભુવનેશ્વર, જમ્મૂ, પણજી, શિલોંગને છોડીને સમગ્ર દેશમાં રજા રહેશે.

11 ઓગસ્ટ, 2022 – રક્ષાબંધન (સમગ્ર દેશમાં રજા)

13 ઓગસ્ટ, 2022 – બીજો શનિવાર

14 ઓગસ્ટ, 2022 – રવિવાર

15 ઓગસ્ટ, 2022 – સ્વાતંત્ર્ય દિવસ

16 ઓગસ્ટ, 2022 – પારસીનું નવું વર્ષ (મુંબઇ અને નાગપુરમાં રજા)

18 ઓગસ્ટ, 2022 – જન્માષ્ટમી (સમગ્ર દેશમાં રજા)

21 ઓગસ્ટ, 2022 – રવિવાર

28 ઓગસ્ટ, 2022 – રવિવાર

31 ઓગસ્ટ, 2022 – ગણેશ ચતુર્થી (ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બેંક બંધ રહેશે)

 

To read this type of usefull article download and stay tuned to El News, Download app from your android phone: https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

ચોમાસામાં વધે છે ડાયરિયાની સમસ્યા, આનું સેવન કરો થશે રાહત.

elnews

ગોધરાની સબિનાએ અદનાન ને આપ્યો સોનાનો જથ્થો ટ્રેનમાં ગોધરાથી દિલ્હી પહોંચાડવા માટે

elnews

પંચમહાલ જિલ્લા કક્ષાના ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી.

elnews

Leave a Comment

error: Content is protected !!