24.3 C
Gujarat
February 7, 2023
EL News

રાજકીય ક્ષેત્રે કોણે કેટલું મળ્યું દાન, ભાજપને સૌથી વધુ જયારે કોંગ્રેસને 1 કરોડથી પણ ઓછું…

Share

રાજકીય દાન:

ભાજપને સૌથી વધુ 46 કરોડનું રાજકીય દાન મળ્યું છે જયારે કોંગ્રેસને 1 કરોડથી પણ ઓછું દાન

રાજકીય ક્ષેત્રે પાર્ટીઓને દાન મળતું હોય છે. ત્યારે ગુજરાતનો તેમાં 2020-21માં ત્રીજો ક્રમાંક રહ્યો છે. ગુજરાતમાં રાજકીય પક્ષોને 47 કરોડ દાન પેટે મળ્યા છે.

ત્યારે કઈ પાર્ટીને કેટલું દાન મળ્યું છે તેની વિગતો તપાસવા જઈએ તો એસોસિએસન ફોર ડેમોક્રેટીક રિફોર્મના રીપોર્ટ અનુસાર ભાજપને સૌથી વધુ 46 કરોડનું રાજકીય દાન મળ્યું છે જયારે કોંગ્રેસને 1 કરોડથી પણ ઓછું દાન મળ્યું હોવાનું રીપોર્ટમાં જણાવાયું છે.

કોંગ્રેસને 92.50 લાખનું રાજકીય દાન મળ્યું

કોંગ્રેસને 92.50 લાખનું રાજકીય દાન મળ્યું છે. એનસીપી પક્ષની વાત કરીએ તો 10.95 લાખનું દાન મળ્યું છે. આ દાનમાં સૌથી વધુ દાન બિઝનેસ કોર્પોરેટ હાઉસમાંથી મળી રહ્યું છે. જો કે, કોરોનાના કારણે ગત વર્ષની સરખામણીએ જે દાન મળ્યું હતું તેમાં ઘટાડો થયો છે. ભાજપ, કોંગ્રેસ સહીતની પાર્ટીઓને આ દાન ગત વર્ષની સરખામણીએ ઓછું મળ્યું છે.

ગુજરાત ત્રીજા ક્રમે તો દિલ્હી દાન મેળવવાની બાબતમાં પ્રથમ ક્રમે

ગુજરાત ત્રીજા ક્રમે તો દિલ્હી દાન મેળવવાની બાબતમાં પ્રથમ ક્રમે રહ્યું છે. દિલ્હીમાં આ સમયગાળામાં રાજકીય પક્ષોને 246 કરોડનું દાન મળ્યું છે જ્યારે બીજા ક્રમે મહારાષ્ટ્ર રહ્યું છે. મહારાષ્ટ્ર રાજ્યની પાર્ટીઓને 71 કરોડ અને ગુજરાત રાજ્યની રાજકીય પાર્ટીને 50 કરોડથી ઓછું દાન મળ્યું છે.

ગુજરાતમાં જે કંઈ પણ રકમ આવી છે તેમાંથી 39 કરોડ જેટલી રકમ કોર્પોરેટ હાઉસ અને બિઝનેસમેનોને મળી છે. બિઝનેસમેન સિવાય વ્યક્તિગત રીતે જોવા જઈએ તો 7 કરોડ દાનપેટે મળ્યા છે.

ભાજપને દેશમાંથી વર્ષ 2020-21ની વાત કરીએ તો 477.54 કરોડ મળ્યા

ગત વર્ષની સરખામણીએ મળતા દાનની વાત કરવામાં આવે તો ભાજપને દેશમાંથી 2019-20માં 785.77 કરોડ દાન મળ્યું હતું. જ્યારે તેના પછીના વર્ષ 2020-21ની વાત કરીએ તો 477.54 કરોડ મળ્યા છે. જેમાં આ તફાવત ગત વર્ષ કરતા જોવા મળ્યા છે.

આજ પ્રમાણે કોંગ્રેસને 139 કરોડનું દાન 2019-20માં મળ્યું હતું જેમાં ઘટાડો થતા 2020-21માં 74 કરોડ દાન પ્રાપ્ત થયું હતું. જેથી આ તફાવત ઓછા દાનનો કોંગ્રેસને પણ નડ્યો છે.

Related posts

ગાંધીનગરમાં ખેડૂતો, આરોગ્યકર્મી, જવાનોઓનું આક્રમક વલણ

elnews

સૈયામી ખેર ટૂંક સમયમાં બે મોટા પ્રોજેક્ટ્સમાં જોવાશે.

elnews

અમિત શાહનો ફરી બે દિવસનો ગુજરાત પ્રવાસ..

elnews

Leave a Comment

error: Content is protected !!