40.1 C
Gujarat
May 3, 2024
EL News

અમદાવાદ – સરખેજ ગાંધીનગર હાઈવે પર 7 મહિનામાં 45 અકસ્માતો થયા, 23ના મોત

Share
Ahemdabad, EL News

અમદાવાદમાં એસજી હાઈવે પર અકસ્માતનો સીલસીલો સતત સામે આવી રહ્યો છે. છેલ્લા 7 મહિનામાં જ અકસ્માતના કારણે એસજી હાઈવે પર 23 લોકો મોતને ભેટ્યા છે જેમાં તાજેતરમાં જ તથ્ય પટેલે કરેલા અકસ્માતની ઘટના પણ સામેલ છે જેમાં એક સાથે 9 લોકોના મોત નિપજ્યા છે.
PANCHI Beauty Studio
એસજી હાઈવે પર ગમખ્વાર અકસ્માતનો સીલસીલો જારી રહેતા આ રોડ લોકો માટે પણ ડેન્જર બની રહ્યો છે. મોત સવારી સમાન આ રોડ પર વાહન ચાલકોની બેદરકારી પણ જવાબદાર હોય છે. 2023ના છેલ્લા 7 મહિનાના આંકડાઓ પ્રમાણે 23 લોકોના મોત થયા જ્યારે બાકીના લોકો ઘાયલ થયા જેમાં ગભીર રીતે ઘાયલ થવાના પણ બનાવો સામે આવ્યા છે.

ઈસ્કોન સર્કલ પાસે 10ના મોત
2017થી 2021 સુધીમાં 28 લોકોના અકસ્માતો માત્ર ઈસ્કોન સર્કલ પર જ થયા છે. જેમાંથી 10 લોકોના મોત નિપજ્યા છે. ઈસ્કોન પાસેના અકસ્માતો લોકો માટે ઘાતકી બની રહ્યા છે.

આ પણ વાંચો…   PM 27 જૂને સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના લીંક 3નું લોકાર્પણ કરશે,

સમગ્ર અમદાવાદના અકસ્માતોની વાત કરવામાં આવે  તો આ વર્ષમાં જૂન મહિના સુધીમાં 237 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. આ આંકડો ખૂબ ચિંતાજનક છે. આ આંકડાઓ બાદ ચોક્કસથી અનુમાન લગાવી શકાય છે કે, અમદાવાદમાં વાહનો ચલાવવા કેટલું મુશ્કેલ છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ હટાવાયા હતા

elnews

આપ નાં ઉમેદવારો કરાયા જાહેર, જોવો કોણા નામ છે.

elnews

અમદાવાદમાં રખડતા ઢોરથી નરોડા વિસ્તારમાં યુવકનો જીવ ગયો

elnews

Leave a Comment

error: Content is protected !!