23.1 C
Gujarat
December 2, 2023
EL News

અમદાવાદમાં રખડતા ઢોરથી નરોડા વિસ્તારમાં યુવકનો જીવ ગયો

Share
Ahmedabad :

અમદાવાદમાં રખડતા ઢોરના કારણે  નરોડા વિસ્તારમાં યુવકનો જીવ ગયો છે. હોસ્પિટલમાં લઈ જવાયા બાદ પણ યુવક બચી શક્યો નહોતો. રખડતા ઢોરનો ત્રાસ સતત શહેરમાં જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ કોર્પેોરેશનના ચોપડે રખડતા ઢોરને પકડવાની કામગિરી પણ નોંધાઈ છે. છતાં પણ આ ત્રાસ યથાવત જ છે. રખડતા ઢોરના કારણે એક યુવકે તેનો જીવ ગુમાવ્યો છે.

PANCHI Beauty Studio
Advertisement

અમદાવાદમાં સીએનસીડી વિભાગ દ્વારા રખડતા ઢોરની યોગ્ય કામગિરી ના થતા અધિકારીઓને બદલવામાં પણ આવ્યા છે છતાં પણ આ ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે.
બાઈક સવાર ભાવિન પટેલ કે જે યુવકના માથા પર ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું છે. પરીવારે તેનું અંગદાન કરવાનો પણ નિર્ણય લીધો છે. લોકોમાં પણ ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે, અગાઉ પણ એક આધેડનું મોત પૂર્વ વિસ્તારમાં રખડતા ઢોરના કારણે થયું હતું.

આ પણ વાંચો… એક મહિનામાં ત્વચા ચમકવા દરરોજ કેસર દૂધનું સેવન કરો

નરોડા વિસ્તારમાં રાહદારી યુવક પસાર થઈ રહ્યો  હતો ત્યારે અડફેટે આવતા તેને બાપુનગરની હોસ્પિટમાં લઈ જવાયો હતા અને બ્રેઈન ડેડ થતા કોમામાં પણ ચાલ્યા ગયા હતા પરંતુ બચી ના શકતા યુવકે જીવ ગુમાવવો પડ્યો હતો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગુજરાતના નવા DGP કોણ બનશે ?

elnews

અમદાવાદ-મુખ્યમંત્રીની હાજરીમાં U20 મેયરલ સમિટનું ઉદ્ઘાટન

elnews

સેમી કંડક્ટરની અછત ઘટતા જ પેસેન્જર વાહનોના વેચાણમાં 40%ની વૃદ્વિ, SUVની માંગમાં વધારો.

elnews

Leave a Comment

error: Content is protected !!