35.1 C
Gujarat
October 3, 2024
EL News

ગાંધીનગરમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી

Share
 Gandhinagar , EL News

તા.૨૧મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ. ચાલું વર્ષે સમગ્ર વિશ્વ સાથે ગાંધીનગરમાં નવમા યોગ દિવસની ઉજવણી થનાર છે. નવમા યોગ દિવસની ઉજવણીના સુચારું આયોજન અર્થે આજરોજ ગાંધીનગર જિલ્લા કલેકટર હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ હતી.
PANCHI Beauty Studio

 આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા કલેકટર હિતેષ કોયાએ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખૂબ ભવ્ય રીતે થાય અને વિશાળ સંખ્યામાં નાગરિકો સ્વયંભૂ સહભાગી બને તેવું આયોજન કરવા સર્વે અધિકારીઓને જણાવ્યું હતું.

 રાજય સરકાર દ્વારા એક પૃથ્વી એક સ્વાસ્થ્ય થીમ આઘારિત ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત રાજયમાં ૭૫ આઇકોનિક સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લાના ચાર સ્થળોની આઇકોનિક સ્થળ તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર શહેરમાં ઘ-૪ ગાર્ડન, માણસામાં કોલેજ કેમ્પસ, આઇ.આઇ.ટી અને વિધાનસભા સંકુલનો સમાવેશ થાય છે. આ ચાર આઇકોનિક સ્થળ સિવાય ગાંધીનગરમાં તમામ ગામ સહિત વિવિધ સ્થળોએ યોગનો કાર્યક્રમ યોજાય તે માટે યોગ સ્થળ પસંદગી કરવા અંગેની ચર્ચા પણ બેઠકમાં કરવામાં આવી હતી.

આ પણ વાંચો… પીએમ મોદીની યુએસ મુલાકાત સીમાચિહ્નરૂપ સાબિત થશે

 ગાંધીનગર જિલ્લામાં યોગ દિવસની જાગૃત્તિ લાવવા અને લોકો યોગને પોતાના રોજિંદા જીવનમાં અપનાવતા થાય તે માટે વિશ્વ યોગ દિવસ અગાઉ જિલ્લામાં અનેક સ્થળો ખાતે વિવિઘ સામાજિક, ઘાર્મિક, એન.જી.ઓ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકાર કચેરી ખાતે યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં તા. ૧૫મી જૂનના રોજ જિલ્લા વહીવટી તંત્રના પંચાયત વિભાગ દ્વારા વિવિધ ગામોમાં યોગ યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રા એક સ્થળે એકઠી થશે. જયાં યોગ કરવા માટે સંકલ્પ લેવાશે. તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ખાતે તા. ૧૪ થી ૨૦ મી જૂન દરમ્યાન સવારના ૧૦.૦૦ થી ૧૦.૪૫ કલાક દરમ્યાન કોમન યોગ પ્રોટોકોલ અંગે TOT તરીકેની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા તા. ૧૬મી જૂનના રોજ જિલ્લાના તમામ પી.એચ.સી. અને સી.એચ.સી ખાતે ઓ.પી.ડી સમયે જીવનમાં યોગનું મહત્વ શું છે, તેનાથી માહિતગાર કરવામાં આવશે. તેની સાથે આશા વકર્સ, આંગણવાડીની બહેનો પણ લોકજાગૃત્તિ માટે યોગ નિદર્શન કરશે. તા. ૧૭મી જૂનના રોજ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્યશ્રીઓ વિઘાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને યોગનું મહત્વ સમજાવશે. તેની સાથે વડાપ્રધાનશ્રીનું યોગને વૈશ્વિક ફલક પર લાવવા અંગેનું યોગદાન અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગેની માહિતી આપશે. યોગ અંગેની જાગૃત્તિ માટે પ્રભાત ફેરી અને નિબંઘ, ચિત્રકલા અને પ્લે કાર્ડ સ્પર્ઘાનું આયોજન કરશે. તા. ૧૮મી જૂનના રોજ યોગ અંગેની જાગૃત્તિ આપતી બાઇક રેલીનું ગૃહ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવશે

 યોગ દિવસના સુચારું આયોજન અર્થે યોજાયેલ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે.એન.વાઘેલા, જિલ્લા પોલીસ વડા તરૂણ દુગલ, ગાંધીનગર પ્રાંત અધિકારી બ્રિજેશ મોડિયા, કલોલ પ્રાંત અધિકારી કિષ્નાબા વાઘેલા સહિત બ્રહ્માકુમારી, લાયન્સ કલબ, પંતજલિ યોગ સમિતિ- મહિલા, ભારત વિકાસ પરિષદ, સમર્પણ ઘ્યાન સંસ્થા સહિત વિવિઘ ઘાર્મિક અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ખાદ્ય તેલની કિંમતમાં થઈ શકે છે ઘટાડો, સરકારે લીધો આ નિર્ણય.

elnews

ધો.6-9ના વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ જાહેર.

elnews

રાજકોટમાંથી પકડાઈ એટીએમ માંથી પૈસા ખાલી કરનારી ગેંગ

elnews

Leave a Comment

error: Content is protected !!