28.3 C
Gujarat
October 8, 2024
EL News

અદાણી વિદ્યા મંદિર- અમદાવાદનું 7મી NYC ગ્રીન સ્કૂલ કોન્ફરન્સ-2023માં સન્માન

Share
EL News

અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિરે  પર્યાવરણ જાગૃતિ શિક્ષણ પ્રત્યેના અભિગમ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે. (AVMA)શાળાએ 7મી NYC ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં પ્રતિષ્ઠિત ગ્રીન સ્કૂલ એવોર્ડ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલી (UNGA)ના 78મા સત્રમાં મળેલ આ સન્માન ભારતના ટકાઉ શિક્ષણ પ્રત્યેના સમર્પણ અને પર્યાવરણીય મુદ્દાઓને આવરી લેતા સક્રિય વલણને પ્રકાશિત કરે છે.

Measurline Architects

અદાણી વિદ્યામંદિર (AVMA) એ શિક્ષણ ખર્ચને ઘટાડવા અસંખ્ય પહેલો શરૂ કરી છે. જેનાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને નોંધપાત્ર લાભો મળ્યા છે. બચતના આ પગલાંઓ પરિવારોને સક્ષમ બનાવે છે જેનો બાદમાં ઉચ્ચ શિક્ષણ કે કારકિર્દીના ઘડતરમાં ઉપયોગ કરી શકાય છે. આખરે તે સમુદાયોમાં નોંધપાત્ર હકારાત્મક પરિવર્તનને પ્રોત્સાહન આપે છે.

AVMA તેની અભ્યાસક્રમ-સંકલિત વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ દ્વારા જૈવવિવિધતા પર મજબૂત ભાર મૂકતા છે.  પરંપરાગત શૈક્ષણિક અભિગમોથી આગળ વધી વિદ્યાર્થીઓમાં પૃથ્વી પ્રત્યેની જવાબદારીઓની ઊંડી સમજ આપે છે.

NYC ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં મળેલા સન્માનમાં વાઇબ્રન્ટ ઇકો-ક્લબ્સ અને કાર્યક્રમો વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ, વેસ્ટ મેનેજમેન્ટ, પર્યાવરણીય જાગૃતિ, ટકાઉ તકનીકો, આબોહવા પરિવર્તન અને ઇકોલોજીકલ સંરક્ષણ પર વિદ્યાર્થીઓને શિક્ષણ, ઈકો ક્લબ, FSCIની માન્યતા અને ખાદ્ય સુરક્ષા સમિતિ વગેરેનો સમાવેશ થાય છે. શાળા તેના કેમ્પસને ઇકો-ફ્રેન્ડલી ઓએસિસમાં રૂપાંતરિત કરે છે, જેમાં સૌર ઊર્જા, વરસાદી પાણીનો સંગ્રહ અને કચરો વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે. AVMA વરસાદી પાણીના સંગ્રહ અને કાર્યક્ષમ કચરાના વ્યવસ્થાપનનો ઉપયોગ પાણીના સંરક્ષણ અને લેન્ડફિલ અસર ઘટાડવા અને લીલા બગીચાઓ અને જૈવવિવિધતાના સંરક્ષણ માટે કરે છે.

આ પણ વાંચો…SVPI એરપોર્ટના પેસેન્જર ટ્રાફિકમાં 35% વૃદ્ધિ નોંધાઈ

AVMA ટકાઉપણાના વિશ્વવ્યાપી પ્રયાસ અને ટકાઉ ભવિષ્યને આગળ વધારવા માટે સક્રિયપણે વૈશ્વિક ભાગીદારીમાં સહયોગની કરે છે. તે યુનિસેફ સાથે વિવિધ વિષયોમાં ભાગીદારી ધરાવે છે. આ સહયોગનો હેતુ શ્રેષ્ઠ પ્રથાઓના આદાનપ્રદાન, જ્ઞાનની વહેંચણી અને વૈશ્વિક પર્યાવરણીય પડકારોને સંબોધવા માટેના સામૂહિક પ્રયાસોને સરળ બનાવવાનો છે.

AVMA એ યુનિસેફ સાથે સહયોગ કરતી ગુજરાતની એકમાત્ર ખાનગી શાળા છે અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હેઠળ NABET દ્વારા માન્યતા પ્રાપ્ત અમદાવાદ શહેરની પ્રથમ ખાનગી શાળા છે. શાળાએ ક્લાઈમેટ એક્શન સમિટ 2023માં ભાગ લઈને યુનિસેફ સાથે સહયોગ કર્યો છે. અદાણી વિદ્યામંદિર અમદાવાદના બે વિદ્યાર્થીઓ, અલ્વિના રોય અને ગીતાંશુ ચાવડા (ગ્રેડ X), એ બ્રાઝિલ અને ચીનમાં AFS આંતરસાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમો માટે સંપૂર્ણ શિષ્યવૃત્તિ મેળવી છે. અદાણી ફાઉન્ડેશન NIE ઇન્ટરનેશનલ (NTUનો ભાગ, સિંગાપોર) સાથે ભાગીદારીમાં એક વ્યાપક STEM લીડરશિપ પ્રોગ્રામ શરૂ કરવા માટે ટેમાસેક ફાઉન્ડેશન (સિંગાપોર) ની સુવિધા હેઠળ સમજૂતિ કરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

Kutchh: પશુ રોગચાળાને કાબુમાં લેવા, વેટનરી ડોકટરોની ટીમ મેદાને..

elnews

વડોદરા શહેરની 5 વિધાનસભામાં ભાજપના 4, કોંગ્રેસના 2 ઉમેદવારો પોતાને વોટ નહીં આપી શકે

elnews

વરસાદને પગલે પાણીની આવક વધતા સરદાર સરોવર ડેમના દરવાજા ખોલાયા.

elnews

Leave a Comment

error: Content is protected !!