32.5 C
Gujarat
October 3, 2024
EL News

અદાણી વિદ્યામંદિરના તારલાઓ બોર્ડના પરિણામોમાં ચમક્યા, શહેરના ટોપ-10 માં સ્થાન

Share
EL News

શૈક્ષણિક વર્ષ 2022-23ના ધોરણ 12 (CBSE)ના પરિણામોમાં અદાણી વિદ્યામંદિરના સિતારાઓ ઝળક્યા છે. વાણિજ્ય પ્રવાહની વિદ્યાર્થિની રિદ્ધિ બાલમુકુંદે 97% જ્યારે અવધિ શાહે 96.2% મેળવી શહેરના ટોપ-10 તેજસ્વી વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે. તો વિજ્ઞાન પ્રવાહમાં ક્રિશ પટેલે 95.20% માર્કસ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ અદાણી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ સફળતાનો ડંકો વગાડતા શાળાના સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો રાજીના રેડ થઈ ગયા છે.

Measurline Architects

અદાણી વિદ્યા મંદિર (AVM) ની શાળાઓ ગુજરાતના અમદાવાદ, ભદ્રેશ્વર, સુરગુજા (છત્તીસગઢ) અને કૃષ્ણપટનમ (આંધ્રપ્રદેશ)માં કાર્યરત છે. સમાજના આર્થિક નબળા વર્ગોના 3000 થી વધુ વિદ્યાર્થીઓને મફત ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે છે. શાળામાં વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તકો, સ્ટેશનરી અને વાહનવ્યવહારની સાથે શ્રેષ્ઠ-વર્ગંમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતમ સુવિધાઓ પ્રદાન કરે છે.

અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર (AVMA) અંગ્રેજી માધ્યમની CBSE સંલગ્ન શાળા છે. તે વિદ્યાર્થીઓમાં શારીરિક, માનસિક, સામાજિક અને સંસ્કારોનું સિંચન કરે છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રણાલીની પહેલ કરતાં 2008માં પ્રથમ અદાણી વિદ્યામંદિરની સ્થપાપના કરાઈ હતી. તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષમતાઓ અને રચનાત્મકતાને પ્રાધાન્ય આપે છે. AVMAના પૂર્વ વિદ્યાર્થીઓએ લાંબા ગાળાના વિઝનને સાકાર કરવા કરેલા પ્રયત્નો તેનો પુરાવો છે. રિપોર્ટિંગ FY માં 954 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે.

આ પણ વાંચો…અમદાવાદ: કસ્ટડીમાં ત્રાસ બાદ સિવિલ હોસ્પિટલમાં મજૂરનું મોત

માર્ચ 2019માં શાળાને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હેઠળ NABET દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ હતી. આ સિદ્ધિ હાંસલ કરનાર તે અમદાવાદની પ્રથમ ખાનગી શાળા બની. રોજગારની દ્રષ્ટિએ AVMA ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પ્રદર્શન અને માતાપિતાના સકારાત્મક અનુભવ, સાબિત કરે છે કે સક્ષમ શિક્ષણ વાતાવરણ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ ટકાઉ વિકાસ અને વંચિત પરિવારોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે જરૂરી છે.

નાણાકીય વર્ષ 2022-23 ની કેટલીક સિદ્ધિઓ

  • ખેવના પરમાર – ફ્લાઈંગ કેડેટ સાર્જન્ટ (SGT) નંબર 2 ગુજરાત એર સ્ક્વોડ્રન NCC, અમદાવાદની ખેવના પરમાર એ એર વિંગ, જુનિયર ડિવિઝનની એકમાત્ર ગર્લ કેડેટ બની જેણે વર્ષ 2023ના ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યુ. તે આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવે છે. ખેવનાએ ચોથા ધોરણમાં અદાણી વિદ્યામંદિર અમદાવાદ (AVMA)માં પ્રવેશ મેળવ્યો હતો. દૃઢ નિશ્ચય અને સમર્પણ સાથે તેણીએ શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ધોરણ IX માં પરિપક્વ અને નિર્ણાયક વિદ્યાર્થિની બની ગઈ છે.
  • અમિત ખોખર – 2020 બેચના AVMA ભૂતપૂર્વ વિદ્યાર્થી, અમિતે વર્ષ 2022 ની NAEST (National Anveshika Experimental Skill Test) માં કૉલેજ કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું. NAEST એ IIT કાનપુરના ભારતીય ભૌતિકશાસ્ત્રી, લેખક અને એમેરિટસ પ્રોફેસર પદ્મશ્રી એચસી વર્માની પહેલ છે. NAEST એક વાર્ષિક સ્પર્ધા છે જે ભૌતિકશાસ્ત્રમાં ભારતીય વિદ્યાર્થીઓના કૌશલ્યો, વિશ્લેષણાત્મક કુશળતા અને પ્રાયોગિક કૌશલ્યોનું મૂલ્યાંકન કરે છે. તે આનંદકારક, પ્રાયોગિક શિક્ષણ અને યોગ્યતા-આધારિત મૂલ્યાંકનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની ભાવનાને મૂર્ત બનાવે છે.
  • 18 વિદ્યાર્થીઓએ PM YASASVI સ્કોલરશિપ મળી- AVMA ના ધોરણ 9 અને 11 ના 18 વિદ્યાર્થીઓએ PM YASASVI સ્કોલરશિપ 2022 પ્રાપ્ત કરી છે. યંગ એચિવર્સ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ ફોર વાઈબ્રન્ટ ઈન્ડિયા (YASASVI) અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પૂરી પાડે છે. (EBCs) અને ડિનોટિફાઈડ ટ્રાઈબ્સ (DNTs) જેમની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 5 લાખ કરતાં ઓછી છે તેમને આ લાભ મળી શકે છે. આ શિષ્યવૃત્તિ માટેના ઉમેદવારોની પસંદગી YASASVI ENTRANCE TEST (YET) દ્વારા કરવામાં આવે છે, જે દર વર્ષે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવે છે. જેમાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 75,000 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને રૂ. 1,25,000નો લાભ મળશે.
  • બ્રિજેશ દાફડા – શાળામાં અનુશાસનહીનતા માટે યલો કાર્ડ મેળવવાથી લઈને નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2022 માં ટોચનો ક્રમ પ્રાપ્ત કરવા સુધી બ્રિજેશે કરી બતાવ્યું છે તેના શિક્ષણમાં કેટલો પ્રભાવ છે. અત્યંત શિસ્ત, નિશ્ચય અને સંપૂર્ણ ધ્યાન સાથે તેણે 720 માંથી 660 માર્ક્સ (98 પર્સેન્ટાઈલ) મેળવી ગુજરાતમાં SC વર્ગમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ધો.6-9ના વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ જાહેર.

elnews

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રતિબંધિત આદેશો જારી કર્યા

elnews

10 માર્ચ ૨૦૨૩ એ લેન્ડ ગ્રેબિંગ ફિલ્મ સિનેમા નાં સોનેરી પડદાં ઉપર ચમકશે…

elnews

Leave a Comment

error: Content is protected !!