25.5 C
Gujarat
March 19, 2025
EL News

અમદાવાદ – ગૂજરાત વિદ્યાપીઠમાં દારુની બોટલ ઝડપાઈ

Share
 Ahmedabad, EL News

વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયમાંથી દારુની બોટલ મળી આવી છે. છાત્રાલાયના રુમ નંબર 41માંથી દારુની બોટલ મળી આવતા ફરી એકવાર ગૂજરાત વિદ્યાપીઠ વિવાદમાં આવી છે.

PANCHI Beauty Studio

પ્રાણજીવ છાત્રાલાયમાં ગૃહપતિની તપાસમાં દારૂની બોટલ મળી આવી છે. હોસ્ટેલની અંદરના રૂમમાંથી દારૂની બોટલ મળી આવતા આ રૂમને સીલ કરાયો છે.  વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત છે. ગાંધી સ્થાપીત ગૂજરાત વિદ્યાપીઠમાં જ દારુની બોટલ ઝડપાઈ છે. સવાલ એ થાય છે કે, ગૂજરાત વિદ્યાપીઠમાં દારુની બોટલ ક્યાંથી આવી.

એક તરફ નશા મુક્તિ અને દારુના દૂષણો સામે ગૂજરાત વિદ્યાપીઠી દ્વારા ગામેગામ પદયાત્રાઓ કરીને લોકોને અવેર કરવામાં આવે છે બીજી તરફ આ પ્રકારે ગૂજરાત વિદ્યાપીઠમાં જ દારૂની બોટલ મળી આવી છે. એક પછી એક વિવાદો ગૂજરાત વિદ્યાપીઠમાં સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો…ચીન પર કુદરતનો બેવડો માર, પહેલા પૂરથી તબાહી

ત્યારે ફરી એકવાર આ વિવાદ પણ સામે આવ્યો છે. અગાઉ વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં ફેરફારને લઈને વિવાદ વકર્યો હતો. ત્યારબાદ વિદ્યાપીઠમાં કચરાનો વિવાદ સામે આવ્યો હતો આ ઉપરાંત ગઈકાલે જ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ચરખો કાંતીને પણ કેટલીક માગ સાથે કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો અને આજે દારુની બોટલ મળી આવતા ફરી એકવાર નવો વિવાદ સામે આવ્યો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરત: મોંઘવારીની આડઅસર, શાકભાજી માર્કેટમાંથી ચોર ટાંમેટા ચોરીને ફરાર

elnews

અગ્નિપથ : ભારતની જેમ કયા દેશોમાં લાગુ છે આના જેવી યોજના, જાણો શું છે નિયમ-કાયદા?

elnews

રાજકોટની નામચીન હોટલો છે મચ્છરનું ઘર: મનપાએ કર્યો દંડ

elnews

Leave a Comment

error: Content is protected !!