26.6 C
Gujarat
September 19, 2024
EL News

અમદાવાદ: વૈષ્ણોદેવી સર્કલ પાસે કન્સ્ટ્રક્શન સાઇટનો સ્લેબ ધરાશાયી

Share
 Ahemdabad, EL News

અમદાવાદમાં ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઠેર-ઠેર પાણી ભરાતા ટ્રાફિક જામ થતા નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. આ વચ્ચે એસ.પી. રિંગરોડ પર વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા માર્ગ પર આવેલી પનાચે નામની રહેણાક બાંધકામ સાઈટ પર અચાનક એક સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં કાટમાળ નીચે દબાઈ જવાથી સુપરવાઈઝર યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે બે મજૂરોને ઇજાઓ થઈ છે. અમદાવાદ અને ગાંધીનગરની ફાયરબ્રિગેડની ટીમે રાતભર રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરી વહેલી સવારે સુપરવાઈઝર યુવકનો મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો.
Measurline Architects
37 વર્ષીય સુપરવાઇઝર યુવકનું મોત

મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજે વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા માર્ગ પર આવેલી પનાચે નામની રહેણાક બાંધકામ સાઈટ પર અચાનક એક સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં સુપરવાઇઝર સવન પ્રજાપતિ (ઉં.વ. 37 રહે, હિંમતનગર)નું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નીપજ્યું હતું, જેમાં એક મહિલા અને એક પુરુષને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ અને ગાંધીનગર ફાયરબ્રિગેડે આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી વહેલી સવારે સવનનો મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો.

બિલ્ડર સામે પણ અનેક સવાલ

આ પણ વાંચો…    ખેડૂતોને ખુશ કરવા મોદી સરકારે ખોલી તિજોરી,

આરોપ છે કે, આ દુર્ઘટના ત્રણ કલાક સુધી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી નહોતી. જ્યારે બિલ્ડર સામે પણ અનેક સવાલો ઊઠી રહ્યા છે. જો ફાયરબ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હોત તો કાટમાળ નીચે દબાયેલા યુવકનો જીવ બચાવી શકાયો હોત. હાલ આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

Sports: વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

elnews

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું

elnews

રોજગારકચેરી દ્વારા ૧૨ સપ્ટેમ્બરના રોજ ભરતીમેળાનું આયોજન

elnews

Leave a Comment

error: Content is protected !!