19.9 C
Gujarat
December 7, 2024
EL News

અમદાવાદ હવા ઝેરી બની આ વિસ્તાર દિલ્હી કરતા બત્તર હાલત

Share
Ahemdabad , EL News

અમદાવાદમાં વાયુ પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે જે એક ચિંતાજનક બાબત છે. શહેરમાં પ્રદૂષણ સરેરાશ 230 AQIને પાર પહોંચ્યું છે. જ્યારે શહેરમાં સૌથી વધારે હવા પ્રદૂષણ પીરાણા વિસ્તારમાં છે જ્યાં તેનું લેવલ 340 AQIને પણ પાર નોંધાયું છે. ઉપરાંત, ચાંદખેડા વિસ્તારમાં એર પોલ્યુશન 180 AQI છે. જ્યારે મોટાભાગના શહેરોમાં પણ AQI 150ને પાર હોવાની માહિતી મળી છે.

Measurline Architectsદિલ્હી કરતા પીરાણાનો AQI વધારે!

તાજેતરમાં અમદાવાદ શહેરના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના આંકડા સામે આવ્યા છે. જે ચિંતા વધારે એવા છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વાયુ પ્રદૂષણમાં વધારો નોંધાયો છે. આ સાથે અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણનું લેવલ 211 AQI રહ્યું છે. દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણની સમસ્યા સતત વધી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદનો ઓવરઓલ AQI 232 નોંધાયો છે. જ્યારે દિલ્હીનો ઓવરઓલ AQI 312 નોંધાયો છે. માહિતી મુજબ, દિલ્હીના AQI કરતા અમદાવાદના પીરાણા વિસ્તારનું AQI વધારો નોંધાયું છે.

આ પણ વાંચો….માત્ર 6 મહિનામાં 1 લાખ રૂપિયાના બનાવી દીધા 25 લાખ

છેલ્લા 2 વર્ષમાં વાયુ પ્રદૂષણમાં સતત વધારો થયો

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના પર્યાવરણ, ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જે મુજબ વર્ષ 2020-21માં અમદાવાદમાં 120, સુરતમાં 93, રાજકોટમાં 94 અને વડોદરામાં 95 AQI નોંધાયો હતો. ત્યાર બાદ વર્ષ 2021-22માં અમદાવાદમાં 113, સુરતમાં 100, રાજકોટમાં 116 અને વડોદરામાં 121 AQI નોંધાયો હતો. ત્યારે હવે વાયુ પ્રદૂષણ એક ચિંતાજનક લેવલે પહોંચ્યું છે. જેથી અનુમાન લગાવવામાં આવી રહી છે કે આવનારા સમયમાં અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ- પ્રવાસી શિક્ષકોની ભરતી વિના આજથી સ્કૂલો શરુ,

elnews

૨૦ જુલાઈ બુધવારનું રાશિફળ, પંચાંગ અને ગ્રહોની સ્થિતિ…

elnews

અમદાવાદ જિલ્લાના નિવૃત રમતવીરોને મળશે પેન્શન

elnews

Leave a Comment

error: Content is protected !!