31.2 C
Gujarat
September 30, 2023
EL News

અમદાવાદના નવા કમિશનર જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો છે

Share
Ahmedabad, EL News

તાજેતરમાં જ આઈપીએસની બદલીઓ થઈ છે. ત્યારે અમદાવાદમાં નવા પોલીસ કમિશનર તરીકે જીએસ મલિકે આજે ચાર્જ સંભાળ્યો છે.  ત્રણ મહિનાથી આ પદ ખાલી હતું જેમાં અગાઉ બદલીનો ઓર્ડર મળ્યા બાદ વિધીવત રીતે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આ ચાર્જ સંભાળ્યો છે.

Measurline Architects

અમદાવાદના અગાઉ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હતા. ત્યારે ઈન્ચાર્જ કમિશનર તરીકે પ્રેમવીર સિંહને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ત્યારે આ સ્થાન પર આજે ચાર્જ સંભાળતા શહેરના નવા કમિશન મળ્યા છે.

આ પણ વાંચો…ધોયા વગર ટુવાલનો વારંવાર ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખતરનાક

તેઓ પોલીસ કમિશર કચેરીએ હાજર થતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જીએસ મલિક કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હતા જો કે, ગુજરાતમાં કામ કરવાનો સારો એવો અનુભવ પણ છે. તેઓ આ પહેલા વડોદરા, ગાંધીનગર, નર્મદા સહીતના જિલ્લાઓમાં કામ પણ કરી ચૂક્યા છે. કેન્દ્રમાં ડેપ્યુટેશન બાદ સરકારે તેમની અમદાવાદના સીપી તરીકે નિયુક્તિ કરી છે.

આઈપીએસ અધિકારી જીએસ મલિક ત્રણ દાયકાનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ BSFમાં IG પણ રહી ચૂક્યા છે.  આઈપીએસ અધિકારી તરીકેની કારકિર્દીની શરૂઆતમાં તેમણે કચ્છ જિલ્લામાં એએસપી તરીકે ફરજ બજાવી હતી. તેઓ 1994માં ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા હતા.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આ રીતે ઘરે બનાવો ‘કેંસર પેંડા’, અને ભગવાનને ઘરાવો પ્રસાદમાં…

elnews

અમદાવાદમાં ભાજપના પ્રમુખ પર AAPના કાર્યકરનો હુમલો

elnews

કાલુપુરના શાકબાજીના હોલસેલ માર્કેટમાં ભીષણ આગ,

elnews

Leave a Comment

error: Content is protected !!