33 C
Gujarat
April 28, 2024
EL News

લિંબાયતમાં વધુ એક યુવકને યુવકોના ટોળાએ માર માર્યો હતો

Share
Surat, EL News

સુરતના લિંબાયત વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કેટલાક યુવકો અન્ય એક યુવકને ઢોર માર મારતા નજરે પડી રહ્યા છે. આ ઘટના સામે આવતા લિંબાયત પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી હાધ ધરી છે.

Measurline Architects

સુરતના લિંબાયત વિસ્તારમાંથી જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સરદારનગર વિસ્તારમાં એક યુવક પર અન્ય યુવકોના એક ટોળા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વાહન હંકારવા બાબતે ઝઘડો થયો હોવાથી યુવકોના ટોળાએ અન્ય એક યુવકને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જાહેરમાં મારામારીની ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો…ગાંધીનગર: છૂટાછેડા આપ્યા વિના જ પતિએ બીજા લગ્ન કર્યાં

CCTVના આધારે તપાસ

લિંબાયત પોલીસે જણાવ્યું કે, સીસીટીવી ફટેજના આધારે જાણવા મળ્યું છે કે સરદારનગરના કેટલાક યુવકો વચ્ચે કોઈક બાબતે અંદરોઅંદર માથાકૂટ થઈ હતી. આથી અમારી ટીમ દ્વારા સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી છે. સાથે યુવકોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. ઝઘડો ક્યાં કારણસર થયો છે તે અંગે પણ તપાસ કરાઈ રહી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

પંચમહાલ જીલ્લાના મોરવા હ તાલુકાના મોરા પ્રાથમિક શાળાનો ૧૧૫માં સ્થાપના દિવસ અને 39 વર્ષથી સેવા કરતા કર્મનિષ્ઠ શિક્ષક પ્રવિણભાઇ દેસાઈનો વય નિવૃત્ત કાર્યક્રમ

elnews

અમદાવાદના વાડજમાં ચાર લોકોની જુગાર રમતા ધરપકડ

elnews

અમદાવાદ- પ્રવાસી શિક્ષકોની ભરતી વિના આજથી સ્કૂલો શરુ,

elnews

Leave a Comment

error: Content is protected !!