EL News

CM ભુપેન્દ્ર પટેલએ સ્ટેટ ઈમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી ..

Share

EL News:

રાજ્ય(state)માં ચારેય તરફ વરસાદે (rain) માંજા મૂકી છે ત્યારે ઠેર ઠેર જળબંબાકાર સર્જાયો છે. જેને લઇને પ્રજા સહીત તંત્ર પણ એક્શન માં જોવાઇ રહ્યું છે. ત્યારે રાજ્ય ના મુખ્યમંત્રીએ પણ કમર કસી હતી. રાજ્ય માં કચ્છ સૌરષ્ટ્ર, મધ્ય ગુજરત, ઉત્તર ગુજરત, દક્ષિણ ગુજરત વરસાદ ના લપેટા માં આવી ચુક્યા છે. અને હજુ આગમી દિવસો માં પણ વરસાદ ની આગાહી હવામાન વિભાગ (forcast) દ્વારા જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુજરત ના સીએમ દ્વારા ઇમર્જન્સી સેન્ટર (emergency centre) ની મુલાકાત લેવામા આવી હતી.

રાજ્ય માં ખુબ જ ભારે વરસાદના કારણે સ્થિતિ ખુબ ગંભીર રાજ્યભરમાં ભારે વરસાદના લીધે સર્જાઈ ચિંતજનક સ્થિતિ અને આ મુદ્દે CM ભુપેન્દ્ર પટેલએ સ્ટેટ ઈમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી તેમને ગુજરાતની હવામાન આગાહી મુજબ સમીક્ષા કરી હતી. હવામાન ખાતા દ્વારા જાણકારી મુજબ હજુ પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો આ વરસાદ બંધ નહીં થાય તો ઠેર ઉપરવાસમાં પાણી ભરાઈ ગયા છે ત્યાં હજુ વધારે તકલીફ થઈ શકે છે. આ મુદ્દે જાણવા મળ્યું કે આજરોજ 153 તાલુકામાં વરસાદ પડ્યો. અમદાવાદમાં પણ ભારે વરસાદની સ્થિતિને કારણે શાળાઓ પણ એક દિવસ માટે બંધ કરવામાં આવી રહી છે.

આવા વરસાદી વાતાવરણ અને અમુક જગ્યાઓ માંથી છોળવામાં આવેલ પાણી નીચાણ વાળા વિસ્તારોમાં હજુ ભરાઈ શકે છે. CM શ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ બેઠકમાં ચર્ચા વિચારણા અને સમીક્ષા કરવામાં આવી છે. આ વરસાદ રાજ્ય માટે આશીર્વાદ છે કે પછી અભિશાપ બની રહેશે એ જોવું જ રહ્યું.

તેમ છતાં વરસાદ તો રોકી ન શકીએ પરંતુ એવા નિર્ણયો અને તૈયારી કરી શકાય જે સંકટ સમયે સાંકળ બની રહે. કોઈ પણ જોખમ સરનામું પૂછી નથી આવતું અને આ તો કુદરતનુંરૂપ ક્યારે શું થાય કંઈ જાણ નથી એટલે કામ વગર બહાર નીકળ્યા કરતા સાવચેતી સારી. જ્યાં પણ રહો સુરક્ષિત રહો અને સાવચેત રહો.

Related posts

કોર્ટમાં આજે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કેસ મામલે સુનાવણી

elnews

રાજકોટમાં PGVCLની 43 ટીમો દ્વારા દરોડા

elnews

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું

elnews

Leave a Comment

error: Content is protected !!