31.2 C
Gujarat
September 30, 2023
EL News

રાત્રિદરમિયાન પોલીસ ડ્યુટીપર નેમ પ્લેટ સાથે ફરજીયાત યુનિફોર્મ

Share
Ahmedabad, EL News

પોલીસ કર્મીઓના તોડકાંડ મામલે હાઈકોર્ટે મહત્વના આદેશો કર્યા છે. જેમાં નેમ પ્લેટ ફરજીયાત હોવી જોઈએ આ સાથે મહિલા પોલીસ કર્મીઓને પણ તહેનાત કરાશે.

PANCHI Beauty Studio

અમદાવાદમાં અગાઉ બનેલા પોલીસ તોડકાંડ મામલો ગુજરાત હાઈકોર્ટે લીધેલા સૂઓમોટો સંજ્ઞાનમાં મહત્વના આદેશો કર્યા છે. રાત્રિ દરમિયાન પોલીસ ડ્યુટી પર ફરજીયાત યુનિફોર્મ પહેરશે. આ ઉપરાંત યુનિફોર્મ પર નેમપ્લેટ હોવી જરુરી છે. આ સાથે મહિલા પોલીસને રાત્રે ડ્યુટી સોંપવામાં આવશે.

આ પણ વાંચો…જાણો સુરત શહેરના નવા મેયર પદે કોનું નામ થયું જાહેર

તાજેતરમાં જ ઓંગણજ વિસ્તારમાં બનેલી તોડકાંડની ફરીયાદ બાદ ગુજરાત હાઈકોર્ટે સૂઓમોટો કરી હતી. જેમાં સરકાર તરફથી સોગંદનામું રજૂ કરાયું હતું. જે અંતર્ગત કેટલાક મહત્વના આદેશ ગુજરાત હાઈકોર્ટે કર્યા હતા.

કેમ કે, આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મીઓએ જ વેપારી પાસેથી 60 હજારનો તોડ કર્યો હતો. જેથી આ મામલે ફરીયાદ નોંધાઈ હતી અને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ અને બરતરફ કરાયા છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને કેટલાક મહત્વના આદેશ કર્યા છે. આ સાથે આ મામલે કોર્ટને રીપોર્ટ આપવા માટે આદેશ સરકારને કર્યો છે. આ મામલાની વધુ સુનાવણી 20 સપ્ટેમ્બરના રોજ મુકરર કરાશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વડોદરામાં આવેલ ઇરીગેશનની ઓફિસમાં આગ લાગી

elnews

અમદાવાદ પોલીસ પૂર્વ IPSના કેસની તપાસ કરશે

elnews

અમદાવાદ શાહ આલમમાં મુસ્લિમોમાં ભારે રોષ જોવા મળ્યો.

elnews

Leave a Comment

error: Content is protected !!