18.2 C
Gujarat
December 7, 2024
EL News

જમા કરો 200 રૂપિયા, એકસાથે મળશે 6 લાખથી વધુ

Share
Post Office Scheme:

આજે પણ ઘણા લોકો પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા માંગે છે કારણ કે અહીં રોકાણ સુરક્ષિત માનવામાં આવે છે. જો કે શેર માર્કેટ (Share Market) અને મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) માંથી સારું રિટર્ન મળે છે, પરંતુ ત્યાં જોખમ પણ એટલું જ રહે છે. તેથી જો તમે જોખમ વિના રૂપિયા કમાવા માંગતા હોવ તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. તમે અહીં રોકાણ કરી શકો છો, જ્યાં તમારા રૂપિયા 100 ટકા સુરક્ષિત છે અને તમે કોઈપણ જોખમ વિના સારું રિટર્ન મેળવી શકો છો. જો તમે એવી જગ્યાએ રોકાણ કરવા માંગો છો જ્યાં તમને મોટો નફો મળે, તો તમે આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ કરી શકો છો. અહીં તમે એકાઉન્ટ ખોલાવીને લાખોનું રિટર્ન મેળવી શકો છો.

PANCHI Beauty Studio
Advertisement

અહીં થાય છે 100 રૂપિયાથી શરૂઆત

તમે પોસ્ટ ઓફિસની આ સ્મોલ સેવિંગ સ્કીમ (Small Saving Scheme) માં ખૂબ જ નાની રકમ જમા કરીને રોકાણ કરી શકો છો. આ સિવાય રિકરિંગ ડિપોઝિટ (Recurring Deposit) માં રોકાણ સંપૂર્ણપણે સલામત માનવામાં આવે છે. આ સ્કીમમાં, તમે 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો અને તમે ઈચ્છો તેટલું રોકાણ કરી શકો છો, તેની કોઈ લિમિટ નથી. તમે તમારી અનુકૂળતા મુજબ એક વર્ષ, બે વર્ષ કે તેથી વધુ સમય માટે રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ યોજનામાં પોસ્ટ ઓફિસ દ્વારા દર ત્રણ મહિને વ્યાજ પણ આપવામાં આવે છે.

લોન લેવાની થાય છે સુવિધા

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ પોતાનું એકાઉન્ટ ખોલાવી શકે છે. માતા કે પિતા સગીર બાળકનું એકાઉન્ટ ખોલાવી શકે છે. તમે આ પોસ્ટ ઓફિસ સ્કીમમાંથી લોન પણ લઈ શકો છો. જો તમે લોન લેવા માંગતા હો, તો તમારી પોસ્ટ ઓફિસ બ્રાન્ચનો સંપર્ક કરો. આ લોન તમે 12 હપ્તામાં જમા કરાવી શકો છો. તમે જે રકમ જમા કરો છો તેના 50 ટકા લોન લઈ શકો છો.

આ પણ વાંચો… બ્રેડ પકોડાની રેસિપી

આવી રીતે મળશે 6 લાખ રૂપિયાથી પણ વધુ

જો તમે રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં દર મહિને 6,000 રૂપિયા એટલે કે 200 રૂપિયાની રકમ જમા કરો છો, તો 90 મહિના પછી એટલે કે 7.5 વર્ષ પછી તમને 6 લાખ 76 હજાર રૂપિયાથી વધુની રકમ મળશે. ધારો કે તમે દર મહિને 6,000 રૂપિયા જમા કરો છો, તો એક વર્ષમાં તમે 72,000 રૂપિયા જમા કરશો. તેવી જ રીતે, તમારે 90 મહિના અથવા 7.5 વર્ષ માટે રોકાણ કરવું પડશે. આ રીતે તમે રોકાણ તરીકે 5 લાખ 40 હજાર રૂપિયા જમા કરશો. તેના પછી સ્કીમની મેચ્યોરિટી પર તમને રિટર્ન તરીકે 1,36,995 રૂપિયા મળશે. આ રીતે તમને 90 મહિના પછી કુલ 6,76,995 રૂપિયા મળશે. આ રીતે તમે રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વિશ્વના અમીર ઉદ્યોગપતિ અદાણીની સફળતાનો સિલસિલો ચાલુ.

elnews

જાણવા જેવુ / શું હોય છે E-Ticket અને I-Ticket?

elnews

ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ વિઝિંજમ પોર્ટે તેનું સૌ પ્રથમ કન્ટેનર શિપ હાંસલ કર્યું

elnews

Leave a Comment

error: Content is protected !!