28 C
Gujarat
September 13, 2024
EL News

દરરોજ પીવો હળદરનું પાણી, થોડાક જ દિવસોમાં પિગળી જશે નકામી ચરબી

Share
Health Tips :
Haldi Water For Weight Loss:

આપણા ઘરોમાં વપરાતા મસાલા ખૂબ કામના હોય છે. હળદરની તો વાત જ જુદી છે. તેને મસાલા કહેવા કરતાં તેને દવા કહેવું વધુ સારું રહેશે. હળદરમાં ઘણા ઔષધીય ગુણ છુપાયેલા છે. હળદરમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઘણી બીમારીઓને દૂર કરવાનું કામ કરે છે. હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે થાય છે. હળદરને પાણીમાં ભેળવીને પીવાથી વજન ઓછું થઈ જાય છે. તો ચાલો જાણીએ કે હળદરનું પાણી કેવી રીતે બનાવી શકાય છે.

PANCHI Beauty Studio
Advertisement
વજન કેવી રીતે ઓછુ થાય છે

હળદરમાં રહેલા પોષક તત્વો વજન ઘટાડવામાં અસરકારક છે. હળદરમાં પોલિફીનોલ્સ, કરક્યૂમિન કમ્પાઉન્ડ હોય છે, જે ચરબી ઘટાડવાનું કામ કરે છે. વજન ઘટાડવા માટે હળદરનું પાણી બનાવીને પીવો.

કેવી રીતે હળદરનું પાણી બનાવવું

હળદરનું પાણી બનાવવા માટે પીસેલી હળદરની જગ્યાએ નેચરલ હળદર લો. આ હળદરને 2 કપ પાણીમાં નાખીને પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. આ હળદરના પાણીમાં પોષકતત્વો ઉતરી આવશે. પાણીને ગાળીને તેમાં થોડું મધ ઉમેરો અને હળદરનું હૂંફાળું પાણી પીવો. રોજ ખાલી પેટ હળદરનું પાણી પીવાથી વજન ઘટવા લાગે છે.

આ પણ વાંચો… જમા કરો 200 રૂપિયા, એકસાથે મળશે 6 લાખથી વધુ

હળદરના પાણીના ફાયદા

 

  • વજન ઘટાડવા ઉપરાંત હળદરનું પાણી પીવાથી ઘણા ફાયદા પણ થાય છે. ખાલી પેટ હળદરનું પાણી પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
  • હળદરમાં હાજર એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. આ પાણી પીવાથી રોગો સામે લડવાની શક્તિ મળે છે. શરદી-ખાંસી જેવી સમસ્યા દૂર થાય છે.
  • હળદરનું પાણી પીવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે. હળદરનું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આ પાણીથી લોહી પાતળું રહે છે, જેના કારણે લોહી જામવાનું જોખમ રહેતું નથી અને હૃદય સ્વસ્થ રહે છે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

બીટરૂટનો રસ પીવો અને રોગો દૂર રહેશે

elnews

એક મહિનામાં ત્વચા ચમકવા દરરોજ કેસર દૂધનું સેવન કરો

elnews

ગુજરાતમાં ઓમિક્રોન સબવેરીયન્ટ ના શંકાસ્પદ કેસો નોંધાયા

elnews

Leave a Comment

error: Content is protected !!