22.1 C
Gujarat
December 4, 2024
EL News

સ્ટ્રોબેરીની ખેતીમાં થશે ખર્ચથી પણ બમણી આવક

Share
Business :

બદલાતા સમય સાથે લોકોની જરૂરિયાતો બદલાઈ રહી છે અને તે જ સમયે તે જરૂરિયાતોને પહોંચી વળવા માટે ફરજિયાત રૂપિયાની જરૂરિયાત પણ વધી રહી છે. આવી સ્થિતિમાં લોકો નોકરી સિવાય અથવા નોકરીની સાથે સાથે કોઈને કોઈ વ્યવસાય તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતની વસ્તીને ધ્યાનમાં રાખીને કોઈપણ સારી પ્રોડક્ટ તમને રૂપિયા કમાઈને આપી શકે છે, પરંતુ આજકાલ મોટાભાગના લોકો ખેતીને બિઝનેસ તરીકે જોઈ રહ્યા છે. બિઝનેસના હેતુ માટે લોકો રોકડિયા પાકમાં રોકાણ કરી રહ્યાં છે. રોકડિયા પાકો એવા છે જે વેચીને સારો નફો મેળવી શકાય છે. સ્ટ્રોબેરી એક એવો પાક છે. આજે અમે તમને સ્ટ્રોબેરીની ખેતી સંબંધિત તમામ માહિતી આપીશું. સાથે જ જોઈસું કે તમે તેનાથી કેટલી કમાણી કરી શકો છો.

PANCHI Beauty Studio
Advertisement

સ્ટ્રોબેરીની ખેતી દેશના ઘણા રાજ્યોમાં મોટા પાયે થાય છે. તેની ઘણી જાતો છે જેમ કે- ઓલમ્પસ, હૂડ, શુક્સન વગેરેનો ઉપયોગ આઈસ્ક્રીમ બનાવવા માટે થાય છે. આ ઉપરાંત કેમરોસા, ચાંડલર, ઓફરા, બ્લેક મોર, સ્વીડ ચાર્લી પણ તેની જાતો છે.

1 એકરમાં 22 હજાર સ્ટ્રોબેરીના છોડ વાવી શકાય છે. દરેક છોડનું અંતર ઓછામાં ઓછું 30 સેમી હોવું જોઈએ. તેનો પાક સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાવવામાં આવે છે અને માર્ચ-એપ્રિલ સુધી ફળો મળે છે. તેના માટે રેતાળ લોમ જમીન સારી માનવામાં આવે છે.

આ પણ વાંચો… કોળાના બીજના ફાયદા, અનેક સમસ્યાઓથી મળશે રાહત

સ્ટ્રોબેરીને કોલ્ડ સ્ટોરેજમાં 10 દિવસ સુધી સંગ્રહિત કરી શકાય છે. જો તમે સ્ટ્રોબેરીને ક્યાંક દૂર લઈ જવા માંગતા હો, તો તેને 40 ડિગ્રી સેલ્સિયસ પર 2 કલાક માટે પ્રી-કૂલ કરો.

1 એકરમાં સ્ટ્રોબેરીની ખેતીમાં લગભગ 6 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. હકીકતમાં સ્ટ્રોબેરીના છોડ મોંઘા હોય છે તેથી જ તેની કિંમત ઘણી વધારે છે. આ ઉપરાંત મલ્ચિંગ શીટ, સ્ટ્રોબેરી પેક કરવા માટેના કાર્ટૂન વગેરેનો ખર્ચ પણ નોંધપાત્ર છે.

જો કે તમને ખર્ચથી બમણા કરતાં વધુ આવક મળે છે. 7 લાખના પાકમાંથી તમે 15 લાખ રૂપિયા કમાઈ શકો છો. એટલે કે જો તમે પ્લાન્ટની કિંમત કાઢી નાખો તો તમને 9 લાખ રૂપિયાનો નફો થાય છે. આ કમાણી 6 મહિનામાં 1 એકરમાં ઉગાડવામાં આવેલા પાકમાંથી થાય છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

Multibagger Stock: 20 વર્ષમાં 1 લાખને બનાવી દીધા 10 કરોડ, શું તમે ખરીદ્યુ?

elnews

સાગની ખેતીમાં બમ્પર કમાણી થશે, જાણો કેવી રીતે શરૂ કરવી

elnews

અગત્યનું / આધાર કાર્ડ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ અપડેટ

elnews

Leave a Comment

error: Content is protected !!