26.8 C
Gujarat
September 26, 2023
EL News

રાજકોટમાં ઇન્ટેક સંસ્થા દ્વારા ઇન્ટર-સ્કુલ હેરિટેજ ક્વિઝ

Share
Rajkot, EL News

રાજકોટમાં ઇન્ટેક સંસ્થા દ્વારા ઇન્ટર-સ્કુલ હેરિટેજ ક્વિઝ: ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ ભારતના વારસાના જતન અને સંરક્ષણના હેતુસર કાર્યરત ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) રાષ્ટ્રીય સંસ્થા છે.

PANCHI Beauty Studio

ઇન્ટેકના રાજકોટ ચેપ્ટર દ્વારા રાજકોટના ભવ્ય ભૂતકાળને ઉજાગર કરવા અને તેની ભવ્યતાને સામાન્ય લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે હેરિટેજ ક્વિઝનું તા. ૦૫ ઓગસ્ટના રોજ જિનીયસ CBSE સ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ટેક રાજકોટ ચેપ્ટરના કન્વીનર આર્કિટેક્ટ રિદ્ધિબેન શાહના જણાવ્યા મુજબ ભારતીય નાગરિક તરીકે દેશના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાને જાણવા અને સાચવવાની જવાબદારી આપણી છે.

આ પણ વાંચો…ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળો વધ્યો

આ ક્વિઝ દ્વારા શાળાના બાળકોમાં વારસા વિશે જ્ઞાન કેળવવાનો પ્રયાસ છે. આ આંતરશાળા હેરિટેજ ક્વિઝ લેખિત અને મૌખિક એમ બે રાઉન્ડમાં રમાશે તેમજ ક્વિઝ ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં યોજાશે. આ સ્પર્ધામાં જિલ્લાની ૧૫થી વધુ શાળાઓમાંથી ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. જીનિયસ ગ્રુપ ઓફ એડયુકેશનના ડિરેક્ટરશ્રી ડી.વી. મહેતા, ઈન્ટેક રાજકોટ ચેપ્ટરના સભ્યો અને શૈક્ષણિક તજજ્ઞશ્રીઓ રિચાબેન ભગદેવ અને મુનાવરભાઈ જસદણવાલા તેમની ટીમ સાથે આ ક્વિઝનું સફળતાપૂર્વક સંચાલન કરવા માટે જહેમત ઉઠાવી રહયા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

જૂનાગઢ: બે માળની ઈમારત ધરાશાયી, 6 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા

elnews

વડોદરા મહાનગરપાલિકા ના કોંગ્રેસ ના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા લાઈટો મંગાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી.

elnews

અમદાવાદમાં આવતી કાલે ચૂંટણી હોવાથી EVM, VVPATનું વિતરણ કરાયું

elnews

Leave a Comment

error: Content is protected !!